Only Gujarat

Bollywood FEATURED

તમે ક્યારેય વિચાર્યું કે ગરબા ક્વીન ફાલ્ગુની કેમ પેન્ટ-શર્ટ જ પહેરે છે??? આવું છે કારણ

મુંબઈઃ ભારતની ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકે તાજેતરમાં પોતાનો 55મો જન્મ દિવસ મનાવ્યો હતો. દર વર્ષ નવરાત્રી પર જો કોઈ કલાકારની સૌથી વધુ માગ હોય તો તે ફાલ્ગુની પાઠક છે. ફાલ્ગુનીએ આપણને સૌને અનેક હિટ ગરબા આપ્યા છે. પરંતુ ઘણા ઓછા લોકા તેની અસલ જિંદગી વિશે જાણે છે. આવો અમે તમને જણાવીએ ફાલ્ગુની પાઠક સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો.

ફાલ્ગુની પાઠકે 90ના દાયકામાં આપણને ‘સાવન મે’, ‘અઈયો રામા’, ‘ઓ પિયા’, ‘ચૂડી’ અને ‘યાદ પિયા કી આને લાગી’ જેવા સુપરહિટ ગીતો આપ્યા. તેઓ 90ના દાયકાના સૌથી જાણીતા મ્યૂઝિક આર્ટિસ્ટમાંથી એક છે. પરંતુ શું તેમને ખબર છે, તેમણે પોતાનું પહેલું ગીત માત્ર 10 વર્ષની ઉંમરમાં જ રેકોર્ડ કર્યું હતું. આ ગીત તેમણે અલ્કા યાજ્ઞિક સાથે ગાયું હતું.

ફાલ્ગુનીને જમવાનો ખૂબ જ શોખ છે. તેઓ એક ગુજરાતી પરિવારમાંથી છે. તેમને ગુજરાતી ભોજનની સાથે પિઝ્ઝા-પાસ્તા અને ચાટ ખાવાનો ખૂબ જ શોખ છે.

ફાલ્ગુની હંમેશાથી ટૉમબૉય રહ્યા છે. તેમણે બાળપણથી એક જ હેરસ્ટાઈલ રાખી. તેનું કારણ એ છે કે ફાલ્ગુની તેમના ઘરમાં 5 બહેનોમાં સૌથી નાના છે. તેમના જન્મ પહેલા સૌને એક હતું કે દીકરો હશે. પરંતુ ફાલ્ગુનીનો જન્મ થયો અને તેમની બહેનોએ તેમને ભાઈની જેમ માન્યા. ફાલ્ગુનીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેમની બહેનો હંમેશા તેમના વાળ કપાવી નાખતી હતી.

જ્યારે ફાલ્ગુનીને પૂછવામાં આવ્યું કે, શું તેમણે ક્યારેય સલવાર સૂટ કે ચણિયાચોળી પહેર્યા છે? તો ફાલ્ગુનીએ કહ્યું કે, મે ક્યારેય નથી પહેર્યા. સ્કૂલમાં એક-બે વાર પહેર્યા છે, બાકી બિલકુલ નહીં. મે જિંદગીમાં ક્યારેય નથી પહેર્યા તો મને એ પણ નથી ખબર કે તેને પહેરીને કેવું લાગે છે. મે ક્યારેય ટ્રાઈ નથી જ કર્યું. હું પેન્ટ શર્ટમાં કમ્ફર્ટેબલ મહેસૂસ કરું છું. નવાઈની વાત એ છે કે ફાલ્ગુનીએ ક્યારેય નેઈલ પૉલિશ પણ નથી લગાવી.

જોકે, ફાલ્ગુનીએ જણાવ્યું કે જ્યારે તેઓ સ્ટેજ પર પરફૉર્મ કરવા જાય છે ત્યારે મેકઅપ કરે છે. ફાલ્ગુની માત્ર પોતાના પર્ફોર્મન્સ માટે જ મેકઅપને ઉપયોગ કરે છે. રિઅલ લાઈફમાં તેમને મેકઅપના પ્રૉડક્ટ્સના નામ પણ સરખી રીતે નથી ખબર.

તમામના મનમાં એ સવાલ રહે છે કે ફાલ્ગુની નવરાત્રિના સમયમાં નજર આવે છે. પછી ગાયબ થઈ જાય છે. ત્યારે તેઓ ક્યાં રહે છે અને શું કરે છે. ફાલ્ગુનીનું માનીએ તો, તે હંમશા શોઝ કરતા રહે છે. પરંતુ મીડિયાની નજરમાં તે માત્ર નવરાત્રીના સમયમાં જ આવે છે. તેમને ફરવાનો શોખ છે. તે ગુજરાત જઈને પોતાની બહેનોને પણ મળે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page