Only Gujarat

Bollywood

ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટણીએ ખુલ્લાવાળ અને લોંગ બૂટમાં એક ફોટો શેર કર્યો અને લોકો…..

મુંબઇઃ કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં ડરનો માહોલ છે. ભારતમાં હાલમાં 14 એપ્રિલ સુધી લોકડ઼ાઉન છે. જેના કારણે તમામ લોકો પોતાના ઘરમાં કેદ છે. જોકે, કેટલાક સેલેબ્સ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને ફોટો શેર કરતા રહે છે. આ વચ્ચે ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટણીનો એક ફોટો સામે આવ્યો છે જેમાં તે ખુલ્લા વાળ અને લોંગ બૂટ પહેરી સોફામાં બેઠી છે. વ્હાઇટ ટોપ અને જીસ પહેરીને દિશા એટિટ્યૂટમાં જોવા મળી રહી છે. દિશાની ફોટો જોઇને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ મજાક કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે, બહાર નીકળતા નહી કારણ કે આટલી ક્યૂટ છોકરીને માર ખાતી જોઇ શકીશું નહીં.

લોકડાઉન દરમિયાન કેટલાક દિવસો અગાઉ દિશા પટણી સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે શોર્ટ ફ્રોકમાં જોવા મળી રહી હતી. દિશાનો ફોટો જોઇને સોશિયલ મીડિયા યુઝર્સ વિફર્યા હતા.

એક વ્યક્તિએ ફોટો પર કોમેન્ટ કરતા લખ્યું કે, દેશ આખો ખતરામાં છે અને આ પોઝ આપવામાં પડી છે. જો તું મદદ ના કરી શકે તો ઓછામાં ઓછું આવા પોઝ આપવાનુ બંધ કર.

એક વ્યક્તિએ લખ્યું કે, દેશમાં હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે. પરંતુ કેટલાક સ્ટાર્સને કોઇ પણ રીતે અટેન્શન મેળવવું છે.

નોંધનીય છે કે ડ્રેસના કારણે દિશા પટણી અગાઉ પણ ટ્રોલ થઇ ચૂકી છે. દિશાએ 2018માં દિવાળી પર એક ફોટો શેર કરી હતી. જેમાં તે સ્પોર્ટી બ્રા સાથે લાઇટ ક્રિમ કલરનો લહેંગા અને દુપટ્ટામાં જોવા મળી હતી. તેના હાથમાં દિવો પણ હતો. તેના ડ્રેસિંગ સેન્સને લઇને લોકોએ મજાક ઉડાવી હતી. એક યુઝરે કોમેન્ટમાં પૂછ્યું કે, દિશા શું બ્લાઉઝ પહેરવાનું ભૂલી ગઇ છે.

ફિલ્મો કરતા વધુ દિશા પોતાની પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં રહે છે. ટાઇગર અને દિશા પોતાના સંબંધોને મિત્રતા નામ આપે છે. તે અનેકવાર ડિનર અને વેકેશનમાં સાથે જોવા મળ્યા છે. બંન્ને બેફિક્રામાં જોવા મળી ચૂક્યા છે.

દિશાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે બંન્ને સાથે લંચમાં ગયા હતા પરંતુ તેનો અર્થ એ નથી કે તે ટાઇગરથી ઇમ્પ્રેસ થઇ ગઇ હતી. એક્ટ્રેસે બંન્નેને શરમાળ ગણાવ્યા હતા.

દિશા બાળપણથી જ ભણવામાં હોશિયાર રહી છે. આ કારણ છે કે તે વૈજ્ઞાનિક બનવા માંગતી હતી પરંતુ નસીબને બીજું ધાર્યું હતું.

2011માં લખનઉ એમિટી યુનિવર્સિટીમાં બાયોટેકનો અભ્યાસ કરતા ફેશન ફિલ્ડમાં નસીબ અજમાવ્યું હતું. 2015માં આવેલી તેલુગુ ફિલ્મ લોફરમા તેણે ડેબ્યૂ કર્યું. એમએસ ધોનીઃધ અનટોલ્ડ સ્ટોરી તેની પ્રથમ બોલિવૂડ ફિલ્મ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page