Only Gujarat

Bollywood

આ કારણે અભિનેતા અર્જુન રામપાલ સેલિબ્રેટ ન કરી શક્યો પોતાની 14 વર્ષ નાની ગર્લફ્રેન્ડનો બર્થ-ડે

મુંબઇઃ કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે. એવામાં 14 એપ્રિલના રોજ દેશભરમાં લોકડાઉન ખોલવામાં આવશે કે નહી તેને લઇને સરકાર વિચાર કરી રહી છે. હાલમાં તમામ સ્ટાર્સ પોતાના પરિવાર સાથે ઘરમાં સમય પસાર કરી રહ્યા છે. હવે અર્જુન રામપાલે 14 વર્ષ નાની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલાનો જન્મદિવસ ઉજવ્યો હતો પરંતુ તે ધૂમધામથી જન્મદિવસ ઉજવી શક્યો નહોતો. જેને લઇને એક્ટરે કહ્યું કે, તે જલદી મોટી પાર્ટી કરશે.

અર્જુન રામપાલે આજે પોતાની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલાનો બર્થ-ડે સેલિબ્રિટ કરી રહ્યો છે. લોકડાઉનને જોતા તે બહાર પાર્ટી કરવામાં અસમર્થ છે. અર્જુને પોતાની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલાની સાથે એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

અર્જુને આ તસવીરના સહારે ગર્લફ્રેન્ડને બર્થ-ડે વિશ કર્યું છે. અર્જુને આ તસવીર શેર કરતા લખ્યુ કે, મારી પ્યારી જાન જન્મદિવસની શુભકામનાઓ. અમે લોકોએ આજે થોડું સેલિબ્રેશન કર્યું છે અને ટૂંક સમયમાં મોટી પાર્ટી કરીશું. લવ યૂ

આ અગાઉ અર્જુનની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની લિટલ સ્ટાર એરિક અને અર્જુનની એક ફોટો શેર કરી હતી. ફોટોમાં અર્જુન પોતાના દીકરા માટે ગિટાર વગાડતો જોઇ શકાય છે.

જ્યારે એરિક પોતાના પિતાને જોઇ રહ્યો છે. ફોટો જોઇને લાગી રહ્યું હતુ કે, અર્જુન પોતાના દીકરાને ગિટાર વગાડતા શીખવી રહ્યો છે.

ફેન્સને પિતા પુત્રની આ તસવીર પસંદ આવી રહી છે.

અર્જુન અને ગૈબ્રિએલાની લવ સ્ટોરીની વાત કરીએ તો બંન્નેની મુલાકાત 2009માં આઇપીએલની ઓફ્ટર પાર્ટીમાં થઇ હતી. બંન્નેના સંબંધો આગળ વધ્યા અને લગ્ન વિના બંન્નેને એક દીકરો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page