Only Gujarat

Bollywood FEATURED

ગોવિંદાની આ ભાણીને લૉકડાઉનમાં એવી કેવી મુશ્કેલી પડી કે નથી રોકાતા આંસુઓ

મુંબઈઃ દુનિયાભરમાં કોરોનાએ ભયંકર તબાહી મચાવી છે. કોરોનાના શિકાર થયેલા અનેક લોકોનાં મૃત્યુ થઇ ગયા છે તો કેટલાક સાજા પણ થઇ રહ્યાં છે. ભારતમાં કોરોનાને લઇને વડાપ્રધાન મોદીએ 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. જોકે, તેમ છતા લોકો ઘરમાં રહેવાને બદલે રસ્તા પર ફરી રહ્યાં છે. સામાન્ય લોકોની જેમ સેલિબ્રિટિઝ પણ ઘરમાં કેદ છે. આ દરમિયાન સેલેબ્સ ઘરનું કમ કરવું પડી રહ્યું છે. ગોવિંદાની ભાણી એટલે કે આરતી સિંહને લઇને એક ન્યૂઝ સામે આવી રહ્યાં છે કે તે ખુબ જ પરેશાન છે.


‘બિગ બોસ 13’માં નજર આવનારી આરતી સિંહે શોમાં સારું નામ મેળવ્યું હતું. આ શોમાં તેણે પોતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલા અનેક ખુલાસા પણ કર્યા હતાં. હાલ લોકડાઉનના કારણે આરતી ક્વોરન્ટીન છે. આ દરમિયાન એકલી રહેવાને કારણે તે કંટાળી રહી છે અને તેના માટે આ સમય ખુબ જ મુશ્કેલ થઇ રહ્યો છે.

આરતી મુંબઇ સ્થિત પોતાના એપાર્ટમેન્ટમાં ક્વોરન્ટીન છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે એકલી છે અને ખુબ જ એકલું ફીલ કરી રહી છે. તમને આમ તો તે ખુશ લાગશે પરંતુ તે રડે છે. તે ઘરનું તમામ કામ કરીને થાકી જાય છે.
આરતીએ મેન્ટલ હેલ્થ અંગે વાત કરતાં કહ્યું કે ખુબ જ જરૂરી છે કે વાતચીત કરતાં રહો. જો તમે એકલું ફીલ કરી રહ્યાં છો તો કોઇ સાથે વાતચીત કરો.


તે કામ કરીને પણ થાકી જાય તો રડવા લાગે છે પરંતુ તેમાં કંઇ ખોટું પણ નથી. તેણે સલાહ આપી કે કોઇ સાથે વાત કરવાથી મન હળવું થઇ જશે. આ દરમિયાન તમે વર્કઆઉટ કરી શકો છો. આરતીએ કહ્યું હતું કે થોડા સમય પહેલા તે ‘બિગ બોસ’ના ઘરમાં પણ હાઉસ હોલ્ડનું કામ કરતી હતી. પરંતુ આ માટે તેને પૈસા મળતા હતા. ઘરે કામ કરવા માટે પૈસા મળતા નથી. એ પણ કારણ છે કે તે ઘરનું કામ કરતાં કરતાં થાકી જાય છે.


ઉલ્લેખનીય છે કે આરતી સિંહે ‘બિગ બોસ’ના ઘરમાં ખુલાસો કર્યો હતો કે બાળપણમાં તેની સાથે બળાત્કારનો પ્રયાસ થયો હતો. આરતીએ ફરી ક્યારેય આ મામલે કોઇ નિવેદન આપ્યું નથી. તેના આ નિવેદન પર ભાઇ કૃષ્ણાએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું.


કૃષ્ણાએ આરતી સાથે રેપના પ્રયાસ કરવાના મામલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તે ફ્લો ફ્લોમાં વધુ બોલી ગઇ હતી. તેના પર કોઇએ રેપનો પ્રયાસ કર્યો નહોતો. આવું થવાનું હતું પરંતુ તે યુવક ભાગી ગયો. બાદમાં એક યુવક વિરુદ્ધ ફરિયાદ પણ થઇ હતી. પરંતુ તેની કોઇ ભાળ મળી નથી. પોલીસે તેને શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ તે મળ્યો નહીં.


આરતીની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેના જન્મની સાથે જ માતાનું મૃત્યુ થઇ ગયું. તેને પિતાનો પ્રેમ પણ મળ્યો નથી. એટલું જ નહીં એક વખત ઘરના નોકરે પણ તેના પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. આરતી પોતાની લાઇફમાં ઘણું દુઃખ સહન કરી ચૂકી છે.


આરતીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે જન્મી ત્યારે માતાનું કેન્સરને કારણે અવસાન થયું હતું. તેની મામીએ તેને અડોપ્ટ કરી હતી અને તે તેમની સાથે લખનઉ જતી રહી હતી. કૃષ્ણા તેનો સગો ભાઇ છે, એ સમયે તે દોઢ વર્ષનો હતો. તેના પિતા એ સમયે બે-બે બાળકો સંભાળી શકે તેમ ન હતા એ સમયે તે 8 મહિનાની નાની બાળકી હતી.


આરતીએ જણાવ્યું હતું કે તે બાળપણથી જ પિતા વગર રહી છે. તેને પિતાનો સપોર્ટ અને પ્રેમ મળ્યો નથી. તે ઇનસિક્યોર ફિલ કરે છે. તેને ડર લાગતો હતો કે કોઇ માણસ તેને છોડીને જતો ના રહે. હંમેશા તેને કોઇને ગુમાવવાનો ડર લાગતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page