Only Gujarat

FEATURED National

લૉકડાઉનમાં આ બે મહિલા કર્મીઓએ કર્યું એવું કામ કે આપો આપ સલામી આપવાનું થશે મન!

પીલીભતઃ ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. એવા સમયમાં યુપી પોલીસ જવાબદારી અને હિમ્મતપૂર્વક પોતાની ફરજ નીભાવી રહી છે. પોલીસ લોકડાઉનનું કડક રીતે પાલન કરાવી રહી છે, સાથે જ જરૂરિયાતમંદો સુધી ભોજન પહોંચાડી રહી છે. આવામાં ઉત્તરપ્રદેશના પીલીભીતમાં ડ્યુટી પર તહેનાત બે મહિલા પોલીસકર્મીઓએ ફરજની એક અનોખી મિસાલ રજૂ કરી છે. 112ની પીવીઆરમાં તહેનાત બે મહિલા કોન્સ્ટેબલ્સે ડ્યુટી માટે પોતાના લગ્ન કેન્સલ કરી નાખ્યા. આ બંને મહિલા સિપાહીઓના સરાહનીય પગલાના મોટા મોટા અધિકારીઓ વખાણ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે પીઆરવી 112માં તહેનાત કોન્સ્ટેબલ સુમન યાદવ પ્રતાપગઢની રહેવાસી છે અને તેના લગ્ન 23 મેના યોજાનાર હતા. જ્યારે શીતલ ચૌધરી બિજનૌરની રહેવાસી છે અને તેના લગ્ન 20 એપ્રિલે યોજાનાર હતા. આ સમયે બંનેની ડ્યુટી પીલીભીતમાં હતી.

બંને મહિલા સિપાહી લોકડાઉનમાં લોકોની મદદ કરી રહી છે. એવામાં લગ્નની રજા લેવાને બદલે બંનેએ પોતાના લગ્ન કેન્સલ રાખવા યોગ્ય લાગ્યું.

પીલીભીતના SP અભિષેક દિક્ષિતે જણાવ્યું કે લોકડાઉન પહેલા બંનેની રજા માટે અરજી આવી હતી. પરંતુ લોકડાઉન બાદ તેમની ડ્યુટી ઇમરજન્સી સેવામાં લાગી ગઇ. ત્યારબાદ બંનેએ પોતાની મરજીથી પોતાના લગ્ન કેન્સલ કરવાનો નિર્ણય લીધો. બંનેના પરિવારજનોએ લગ્નની તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી હતી. એવામાં બંને સિપાહીઓના લગ્ન કેન્સલ કરવાનો નિર્ણય અન્ય માટે પ્રેરણા સમાન છે.

મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ જણાવ્યું કે જેવી રીતે તબ્લિગી જમાત સાથે જોડાયેલા લોકોમાં કોરોના પુષ્ટી થઇ રહી છે તેનાથી લોકડાઉન 14 એપ્રિલ બાદ હટાવી લેવું સંભવ નથી. તેમણે કહ્યું હતું કે હવે જમાત સાથે જોડાયેલા જે લોકો પોઝિટિવ છે, તેમના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવામાં આવી રહ્યાં છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page