Only Gujarat

National TOP STORIES

સાવ સામાન્ય અંદાજમાં નીતા અંબાણી, જીન્સ-ટીશર્ટ પર નાખ્યો દુપટ્ટો

મુંબઈ: બિઝનેસ મેગેઝિન ફૉર્ચ્યૂન ઈન્ડિયાએ વર્ષ 2020માં બિઝનેસના ક્ષેત્રમાં સફળતા મેળવનારી 50 ભારતીય મહિલાઓની યાદી જાહેર કરી છે. જેમાં ભારતના સૌથી અમીર કારોબારી મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીનું નામ ટોપ પર છે. નીતા અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની નૉન એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર હોવાની સાથે જ રિલાયન્સ ફાઉન્ડેશનની ફાઉન્ડર અને ચેરપર્સન પણ છે. આ ફાઉન્ડેશનના માધ્યમથી તે અનેક સામાજિક કામ સાથે પણ જોડાયેલા છે. સ્ટાઈલિશ અને મોર્ડન હોવાની સાથે તેઓ ખૂબ જ ધાર્મિક પણ છે. તે સમય મળતા જ અનેક ધાર્મિક સ્થળો પર પણ જાય છે. કેટલાક વર્ષો પહેલા તે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ ગયા હતા, જેના કેટલાક ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોસમાં નીતા અંબાણી એટલા સિમ્પલ દેખાઈ રહ્યા છે કે તેમને ઓળખવા પણ મુશ્કેલ થઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે પંજાબ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ મોહાલીમાં 2019માં આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ વચ્ચે મેચ રમવામાં આવ્યો હતો અને એ સમયે પોતાની ટીમના સપોર્ટ માટે ખુદ નીતા અંબાણી પહોંચ્યા હતા. પરંતુ તેની પહેલા તે પોતાના અને ટીમ માટે આશીર્વાદ લેવા માટે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા હતા.

સામે આવેલી તસવીરોમાં નીતા અંબાણીનો ખૂબ જ સિમ્પલ લૂક જોવા મળી રહ્યો છે. નીતાએ આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સની ટીમનું ટીશર્ટ અને જીન્સ પહેર્યું હતું અને માથા પર પિંક કલરનો દુપટ્ટો ઓઢ્યો હતો.

આ દરમિયાન નીતા અંબાણીએ ગુરુદ્વારામાં મળતા પ્રસાદને ગ્રહણ કર્યો હતો અને પછી હરમંદિર સાહેબ ગુરુદ્વારામાં બેસીને ગુરુવાણી પણ વાંચી હતી. જે બાદ તેણે લંગર હૉલમાં જઈને સેવા કરી હતી.

જણાવી દઈએ કે સોશિયલ વર્ક માટે નીતા અંબાણીની દુનિયાભરમાં ખાસ ઓળખ છે. આ સિવાય તે પોતાની રોયલ લાઈફ સ્ટાઈલ માટે પણ જાણીતી છે.

નીતા અંબાણીને એજલેસ બ્યૂટી કહેવામાં આવે છે. 57 વર્ષની ઉંમરમાં પણ તે તેમની ખૂબસૂરતી બેમિસાલ છે. તે એક મોટા સેલિબ્રિટી છે. અનેક મોટા મેગેઝિનના કવર પર તેઓ આવતા રહ્યા છે.

નીતા અંબાણીની સૌથી ખાસ વાત એ છે કે તે બિઝનેસ સાથે જોડાયેલા કામોને સૌથી વધુ મહત્વ આપે છે. તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમને પણ સંબોધન કરે છે. સાથે જ તે, ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ અને આઈપીએલની પોતાની ટીમને પણ મેનેજ કરે છે.

નીતા અંબાણીની બ્યુટી નેચરલ છે, તે મેકઅપ વિના પણ ખૂબસૂરત લાગે છે. ખુદને ફિટ બનાવી રાખવા માટે તે યોગ અને કસરત સાથે પોતાના ખાન-પાનનો પણ ખ્યાલ રાખે છે.

મુકેશ અને નીતા અંબાણીના દિકરા આકાશ અંબાણી 9 માર્ચ 2019ના લગ્નના બંધનમાં બંધાયા હતા. આકાશના લગ્ન હીરા વેપારી રસેલ મહેતાના દિકરી શ્લોકા મહેતા સાથે થયા છે. આ શાહી લગ્નમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી, બિઝનેસ, ખેલ જગત સહિત અનેક ક્ષેત્રની હસ્તીઓ સામેલ થઈ હતી. દિકરાના લગ્નમાં ખૂબ જ હેવી લહેંગા અને જ્વેલરીમાં નીતા અંબાણી ખૂબસૂરત દેખાયા હતા.

You cannot copy content of this page