Only Gujarat

National

હાલ પ્રેગ્નન્ટ છે સાક્ષી, ધારાસભ્યની દીકરી સાથે લગ્ન કરનાર યુવાને ફરી ઝળકાવ્યા લખણ

બરેલી: ભાજપના ધારાસભ્યની દીકરી સાક્ષી મિશ્રા સાથે પ્રેમ લગ્ન કર્યાં બાદ પ્રકાશમાં આવેલ અજિતેશ હાલ જેલવાસ ભોગવી રહ્યાં છે. સત્રો દ્વારા મળતી માહિતી મુજબ પતિ અજિતેશના જેલ જવાથી પત્ની સાક્ષી ખૂબ જ બેચેન છે. સાક્ષી તેના પતિને જેલમાં મળવા જવા ઇચ્છે છે. જો કે કોરોનાની મહામારીના કારણે હાલ જેલમા મુલાકાતીના પ્રવેશ માટે પ્રતિબંધ છે., જો કે સાક્ષીએ અનઓફિશ્યલ વાતચીતમાં જણાવ્યું હતું કે, અજિતેશને ખોટી રીતે ફસાવવામાં આવ્યાં છે. સાક્ષીએ જણાવ્યું હતું કે, મારા પતિને ફસાવવા માટે કલમ 394નો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલ સાક્ષી ગર્ભવતી છે. આ સ્થિતિમાં તે તેના પતિને ખૂબ જ યાદ કરે છે. સાક્ષી મિશ્રાએ પરિવારની મરજી વિરૂદ્ધ પ્રેમ લગ્ન કર્યાં છે. આ સ્થિતિમાં સાક્ષીની સ્થિતિ વધુ તણાવપૂર્ણ છે. કારણ કે પરિવારની મરજી વિરદ્ધ લગ્ન કરવાની હાલ માત્ર સાક્ષીને તેના પતિનો જ સપોર્ટ છે. જે હાલ જેલમાં છે.


મુશ્કેલમાં વધારો તો ત્યાં થઇ રહ્યો છે કે હાલ અજિતેશને જામીન મળે તેવી પણ કોઇ શક્યતા નથી દેખાતી કારણ કે અજિતેશ પર ગુંડાગીરી કરીને બાઇક સવારને માર માર્યોનો અને તેની સામે લૂંટ ચલાવવાનો ગુનો છે. હાલ કોર્ટે 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડી અંતર્ગત જેલ મોકલાયો છે.

અજિતેશ પર મારામારી અને લૂંટના આરોપ
અજિતેશે પર આરોપ છે કે, તેમણે એક યુવકને ઢોરમાર માર્યો હતો. આ યુવકે તેની કારને ઓવરટેઇક કરી હતી. માત્ર આ કારણથી અજિતેશે મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. અજિતેશે માર મારીને આ યુવકનો મોબાઇલ પણ લઇ લીધો હતો. આટલું જ નહીં યુવકને મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ પીડિત યુવકે ફરિચાદ કરતાં અજિતેશ સહિત બે લોકોની ધરપકડ કરાઇ હતી. અજિતેશે રોડ પર દિપાંશુ નામના યુવકને રોડ પર ઢોર માર માર્યો હોવાથી તેને ગંભીર ઇજા પહોંચી હતી. અજિતેશે થોડા સમય પહેલા જ ભાજપ ધારાસભ્યની પુત્રી સાક્ષી સાથે લગ્ન કર્યાં હતા ત્યારથી તેનું નામ મીડિયામાં ચર્ચાવા લાગ્યું છે.

જાહેર રસ્તા પર માર માર્યોનો આરોપ
ફરિયાદી દિપાંશુંએ જણાવ્યું કે, તે રાત્રે મેડિકલમાંથી દવા લઇને તેમને ઘરે જતો હતો. આ સમયે રસ્તા પર ધીમી ગતિએ જતી SUV ગાડીને તેને ઓવરટેક કરી હતી. તો આ સમયે SUVમાં સવાર અજિતેશ અને વૈભવ ગંગાવારે તેમને રોક્યો. આટલું જ નહીં તે અપશબ્દો પણ બોલવા લાગ્યા અને મારામારી પર ઉતરી આવ્યા. દીપાંશુએ જણાવ્યું કે, આ સમયે અજિતેશ દારૂના નશામાં હતો. મારામારીમાં દીપાશુને ગંભીર ઇજા પહોંચી છે. અજિતેશની ગુંડાગિર્દી મોબાઇલમાં રેકોર્ડ થઇ છે. જો કે અજિતેશ ખુદ નિર્દોષ હોવાનું જણાવી રહ્યો છે.

જો કે ઉલ્લેખનિય છે કે અજિતેશની ગુંડાગીર્દીનો આ કોઇ પહેલો કિસ્સો નથી, ધારાસભ્યની દીકરી સાથે લગ્ન કર્યાં બાદ કોર્ટે તેમને પ્રોટકશન આપી હતી.

You cannot copy content of this page