Only Gujarat

National

ચીની સેનાની હરકતનો ભારતે કંઇક આ રીતે આપ્યો હતો, દેશના જવાનો પર થશે માન

નવી દિલ્હી: નેશનલ હાઇવે એસોસિએશન ઓફ ઇન્ડિયાએ દક્ષિણ કાશ્મીરમાં બેજબેહરાની પાસે તાજેતરમાં જ બનેલા નેશનલ હાઇવે પાસે એક ઇમરજન્સી હવાઇપટ્ટી બનાવવાનું શરૂ કરી દીધું છે. મીડિયા રિપોર્ટસ મુજબ લદ્દાખ સીમા પર ભારત અને ચીનની સેના વચ્ચે તણાવપૂર્ણ માહોલમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દક્ષિણ કાશ્મીર વિસ્તારમાં શ્રીનગર જમ્મુ હાઇવે નજીક એક ઇમરજન્સી હવાઇપટ્ટીના નિર્માણનું કાર્ય શરૂ કરી દીધું છે. આ ઇમરજન્સી હવાઇપટ્ટની કુલ લંબાઇ સાડા ત્રણ કિલોમીટરની હશે. ઇમરજન્સી દરમિયાન આ પટ્ટની ઉપયોગ વિમાનના લેન્ડિંગ માટે કરી શકાશે.

હવાઇપટ્ટી નિર્માણનો પૂર્વ આયોજીત પ્લાન
જો કે અધિકારીઓએ જણાવ્યું કે, આ હવાઇપટ્ટી નિર્માણનો સંબંધ લદ્દાખ સીમા પર ભારત અને ચીનની સીમા વચ્ચે ચાલી તણાવ સાથે નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ હવાઇપટ્ટી નિર્માણનું કાર્ય પહેલાથી જ આયોજનમાં હતું.

6 જૂને ભારત અને ચીનના સેનાના અધિકારી સાથે યોજાશે બેઠક
લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવને મુદ્દે તાજેતરમાં જ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, ચીને પૂર્વી લદ્દાખમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ એટલે કે ઓલઓસી પર મોટી સંખ્યામાં સેનાના તૈનાત કરી છે. જો કે ભારતે આ પરિસ્થિતિ સામે લડવા માટે બધી જ જરૂરી તૈયારી કરી લીધી છે. સીમા વિવાદ મુદ્દે બંને દેશોના સેનાના અધિકારીઓની 6 જૂને બેઠક મળી રહી છે.

ગત મે મહિનામાં બંને સેના વચ્ચે ત્રણ વખત થયો સંઘર્ષ
ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગત મહિનામાં જ ત્રણ વખત ઘર્ષણ થઇ ચૂક્યું છે. આ ઘટનાના પગલે ભારતના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય સૈનિક તેમની સીમા જ રહીને કામ કરે છે. ભારતીય સીમાની લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ બહાર એક્ટીવીટીીઝની વાત સાચી નથી. આ પ્રકારની હરકત ચીનની સેના કરે છે. જેના કારણે જ આપણી નિયમિત પેટ્રોલિંગમાં પણ ખેલેલ પહોંચે છે.

મે મહિનામાં બંને સૈન્ય વચ્ચે ક્યારે અને કેવી રીતે ઘર્ષણ થયું?
(1) તારીખ – 5 મેના દિવસે પર્વી લદ્દાખની પૈંગોંગ ઝીલ

તે દિવસ સાંજના સમયે આ ઝીલને ઉત્તરી કિનારા પર ફિંગર -5 વિસ્તારમાં ભારતી-ચીનના લગભગ 200 સૈનિક સામે સામા આવી ગયા હતા. ભારતે ચીનના સૈનિકોની હાજરીનો વાંધો ઉઠાવ્યો હતો. તે દિવસે આખી રાત સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની હતી. બીજે દિવસે પણ બંને સેના વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ બંને સેનાના અધિકારીઓની વાતચીત બાદ મામલો થાળે પડ્યો હતો.

(2) તારીખ – અંદાજે 9 મે, સ્થાન ઉત્તરી સિક્કિમમાં 16 હજાર ફૂટ પર આવેલ નાકૂલા સેક્ટર
અહીં ભારત અને ચીનના 150 સૈનિક સામા-સામે આવી ગયા હતા જો કે સત્તાવાર રીતે આ ઘટનાની તારીખ સામે નથી આવી. જો કે ધ હિન્દુના રિપોર્ટ મુજબ બંને સેના વચ્ચે ઘર્ષણ 9 મેના દિવસે જ થયું હતું. પેટ્રોલિંગ દરમિયાન જ બંને દેશાના સૈનિકો સામાસામે આવી ગયા હતા અને સૈનિકોએ એકબીજાને મુક્કા માર્ચા હતા. આ ઘટનામાં 10 સૈનિક ઘાયલ થયા હતા અહીં પણ અધિકારીઓની દરમિયાનગીરી બાદ મામલો શાંત થયો હતો.

(3) તારીખ -9 મે,  સ્થાન – લદ્દાખ
જે દિવસે ઉત્તરી સિક્કિમમાં ભારત અને ચીનના સૈનિક વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો તે જ દિવસે ચીને લદ્દાખમાં લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પર તેના હેલિકોપ્ટર મોકલ્યા હતા. ચીનના હેલિકોપ્ટરે સીમા પાર ન હતી કરી પરંતુ ભારતે જવાબી કાર્યવાહી કરતા લેહ એરબેસથી આપણા સુખોઇ-30 એફકેઆઇ ફાઇટર પ્લેન અને અન્ય ફાઇટર્સ પ્લેન રવાના કરી દીધા. મીડિયા રિપોર્ટ મુજબ આ વર્ષમાં આવું પહેલી વખત બન્યું કે ભારતે ચીનની હરકતના જવાબમાં ફાઇટર્સ પ્લેન સીમા પાસે રવાના કરી દીધા.

 

You cannot copy content of this page