Only Gujarat

National

ગામમાં ના બન્યા શૌચાલય, લગ્ન બાદ પણ વાયદો પૂર્ણ ના થતા વહુઓ રોષે ભરાઈ

કુશીનગરઃ ‘સ્વચ્છ ભારત મિશન’ હેઠળ શહેર અને ગામ દરેક સ્થળે ઉત્તર પ્રદેશ સરકારે શૌચાલય બનાવવાનો દાવો કર્યો હતો. પરંતુ, વાસ્તવિકતા કંઈક અલગ જ છે. કુશીનગર જીલ્લાના પડરૌના બ્લૉકના જગદીપુર ગામના ભરપટિયા ટોલા વિસ્તારની 16 વહુઓ એક મહિનાની અંદર જ સાસરી છોડી પિયર પરત ફરી હતી. તેઓ શૌચાલય ના હોવાના કારણે નારાજ હતી. તેમણે પોતાના સાસરીઓમાં જણાવી દીધું છે કે, જ્યાંસુધી શૌચાલય નહીં બનાવો ત્યાંસુધી અમે પરત નહીં આવીએ.

આ મહિલાઓને વરસાદી માહોલમાં પણ શૌચ ક્રિયા માટે બહાર જવું પડતું હતું. એવામાં મુશ્કેલી થતા પહેલા સાસરી પક્ષના લોકોને જાણ કરી. કંઈ સમાધાન ના નીકળતા તેઓ પિયર જતી રહી. આ અંગે જાણ થતા જિલ્લા પંચાયતરાજ અધિકારી ગામની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે લોકો પાસેથી માહિતી મેળવી કે ત્યાં અત્યારસુધી શૌચાલય શા માટે નથી બન્યા, તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

લગ્ન અગાઉ જ કરી હતી શૌચાલયની ડિમાન્ડ
મહિલાઓના નિર્ણય પર ના માત્ર પરિવારજનો પરંતુ ગામના લોકો પણ ચોંક્યા હતા. ઘણું સમજાવવા છતાં મહિલાઓએ નિર્ણય ના બદલ્યો અને સાસરી છોડી પિયર જતી રહી. ગામની વહુઓએ લગ્ન પહેલા જ શરત રાખી હતી કે સાસરીમાં શૌચાલય બન્યા બાદ જ જશે. સાસરી પક્ષના લોકોએ પણ શૌચાલય બનાવી લેવાનો વાયદો કર્યો હતો, પરંતુ ઘણા સમય બાદ પણ શૌચાલય બન્યા નહીં અને તેમને વરસાદી માહોલમાં પણ શૌચ ક્રિયા માટે બહાર જવાનો વારો આવતો હતો. આ જ કારણોસર મહિલાઓએ સાસરી છોડવાનો નિર્ણય કર્યો, આ તમામ મહિલાના લગ્ન છેલ્લા 2 વર્ષ દરમિયાન થયા હતા. રીના નામની મહિલાએ જણાવ્યું કે, જ્યાંસુધી શૌચાલય નહીં બને તે સાસરીએ પરત નહીં જાય જ્યારે પુનીતા અને પૂનમ નામની મહિલાઓએ પણ આ જ વાત કહી હતી.

અધિકારીઓએ પબ્લિક ટૉયલેટ બનાવી આપવાનું આશ્વાસન આપ્યું
ગ્રામપ્રધાન રામ નરેશ યાદવે લિસ્ટમાં અમુક પરિવારોના નામ ના હોવાના કારણે શૌચાલય ના બન્યા હોવાની વાત કરી હતી. અમુક મહિલાઓ આ કારણે પિયર જતી રહી હોવાની તેમણે પૃષ્ટિ કરી હતી. જિલ્લા પંચાયત રાજ અધિકારી આરકે દ્વિવેદીએ ગામ પહોંચી જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી અને સાથે પબ્લિક ટૉયલેટના નિર્માણનું આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું કે- ‘શૌચાલય ના હોવાના કારણે સાસરી છોડીને પિયર જવું એ યોગ્ય વાત નથી. જેમના નામ યાદીમાં નથી તેમની માટે ગામમાં પબ્લિક ટૉયલેટ બનશે.’

You cannot copy content of this page