Only Gujarat

FEATURED National

લોકડાઉનની વચ્ચે SDMના પત્નીને સૂમસામ રસ્તા પર કાર ચલાવવી પડી મોંઘી, જાણો કેમ

લોકડાઉનનું પાલન કરવા માટે સરકારી અધિકારીઓ લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી રહ્યાં છે. તેમ છતા જો કોઇ લોકડાઉનનું ઉલ્લંઘન કરતાં નજરે પડે તો તેને દંડ ફટકારવામાં આવે છે. પરંતુ મધ્યપ્રદેશમાં એક SDMની પત્ની લોકડાઉનની મજાક ઉડાવતી નજર આવી. તે સૂમસામ રસ્તા પર સરકારી ગાડી ચલાવતી નજરે પડી હતી. બાદમાં સમગ્ર ઘટનાની ક્લેક્ટરે ગંભીરતાથી નોંધ લઇ જરૂરી પગલા લીધા જેની ચર્ચા સમગ્ર પંથકમાં થઇ રહી છે.

આ શરમજનક ઘટના મંગળવારે 14 તારીખે સામે આવી હતી. અહીં લોકડાઉનનો ફાયદો ઉઠાવી રાયસેન જિલ્લામાં સિલવાની એસડીએમ અનિલ જૈનની પત્ની સરકારી ગાડીની મદદથી ડ્રાઇવિંગ શીખી રહી હતી. જ્યારે SDM પોતે સરકારી ઓફિસમાં કામકાજ કરી રહ્યાં હતા.

જેવી આ ઘટનાની જાણ રાયસેન ક્લેક્ટર ઉમાશંકર ભાર્ગવને થઇ તો તેઓએ તુરંત SDM અનિલ જૈનની બદલી કરી તેઓને જિલ્લા મુખ્યાલયમાં મોકલી દીધા. તો ડેપ્યુટી ક્લેક્ટર એલ કે ખરેને સિલવાનીના એસડીએમની જવાબદારી સોંપી દીધી.

તો જ્યારે મીડિયાએ આ મામલે ઓફિસર સાથે વાત કરી તો તેઓ સફાઇ આપવા લાગ્યા. તેઓએ કહ્યું કે મારી પત્ની ડ્રાઇવર સાથે દવા લેવા ગઇ હતી પરંતુ પરત ફરતી વખતે ડ્રાઇવરને કોઇ કામ આવી ગયું તો પત્ની ખુદ ગાડી ચલાવી ઘરે જઇ રહી હતી. આ દરમિયાન કોઇએ આ વીડિયો બનાવી વાયરલ કરી દીધો. શું કોઇ પોતાની દવા લેવા પણ જઇ શકતું નથી?

તો નજરે જોનારા લોકોનું કહેવું છે કે મેડમ સૂમસામ રસ્તો જોઇ પૂરપાટ ઝડપે બોલેરોને રિયરમઉ રોડ પર દોડાવી રહી હતી. એટલું જ નહીં તે દરરોજ રાતે અહીં ગાડી શીખવા માટે નીકળે છે.

ક્લાસ વન અધિકારીના પત્ની રસ્તામાં કાર લઈને જતાં હતા ને કલેક્ટર આવી ગયા પછી જે થયું તે જાણીને તમે ચોંકી જશો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page