Only Gujarat

FEATURED National

HEROએ આપી 60 એમ્બ્યુલન્સ, સાંકડી ગલીમાં ફસાયેલા દર્દીઓને આ રીતે પહોંચાડશે હોસ્પિટલ

ભારતમાં કોરોના સંક્રમણ છેલ્લા કેટલાક સમયથી ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. દેશભરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 11 હજારને પાર થઇ ચૂકી છે. આ દરમિયાન કોરોના વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં તમામ વોરિયર્સ સામે આવી રહ્યાં છે. આ ક્રમમાં હવે હિરો કંપની પણ આગળ આવી છે. Hero Motocorpએ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા માટે દેશભરમાં 60 મોબાઇલ એમ્બ્યુલન્સ દાન કરી છે. આ એમ્બ્યુલન્સ દેશના વિવિધ ભાગમાં પહોંચાડવામાં આવશે. જેમાં સાઇડ કાર લગાવવામાં આવી છે જેમાં દર્દીને લાવી શકાશે.

આ ટૂ-વ્હીલર એમ્બ્યુલનન્સને સાંકળી શેરી અને કાચા રસ્તા પર ચલાવવું સરળ હશે. આ એમ્બ્યુલન્સમાં હિરો એક્ટ્રીમ 200rનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

હિરો દ્વારા તૈયાર કરવામાં આવેલી આ મોબાઇલ એમ્બ્યુલન્સમાં નવા BS6 નિયમનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બાઇકમાં એર કુલ્ડ ટેક્નોલોજીથી લેસ 199.6 એન્જીન લગાવવામાં આવ્યું છે.

આ ટુ-વ્હીલર એમ્બ્યુલેન્સમાં ઓક્સિજન સિલિન્ડર, ફર્સ્ટ એડ કિટ, ફાયર એક્સટિંગિશર લગાવવામાં આવ્યા છે. સાથે જ તેમાં દર્દીને આરામ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

હિરો દ્વારા તૈયાર કરવામાં આવેલી આવી 60 એમ્બ્યુલન્સ દેશના વિવિધ ભાગમાં પહોંચાડવામાં આવશે.

આ પહેલા કોરોના વાયરસથી નિપટવા માટે હિરો ગ્રૂપે 100 કરોડ રૂપિયા દાન કરવાનો વાયદો કર્યો છે. જેમાંથી 50 કરોડ પીએમ કેર ફંડમાં આપવામાં આવશે.

બાકીના 50 કરોડ રૂપિયામાં ટૂ-વ્હીલર એમ્બ્યુલન્સ, માસ્ક, સેનિટાઇઝર, ગ્લવ્સ અને 100 વેન્ટિલેટર આપવામાં આવશે. સાથે જ રોજ કમાઇને ખાનારા અંદાજે 15 હજાર કર્મચારીઓને ફૂટ પેકેટ્સ વેંચવામાં આવશે.

કોરોના સંક્રમણ સામે લડી રહેલા દેશને 32થી વધુ રાજ્યોમાં દર્દીની સંખ્યા 11 હજારને પાર પહોંચી ગઇ છે. કોરોનાના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર છે. અહીં સંક્રમિત દર્દીઓની સંખ્યા 2684 છે. જ્યારે અત્યારસુધીમાં 178 લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે.

કોરોના સંક્રમણથી દિલ્હીની સ્થિતિ પણ ખરાબ છે. અહીં અત્યારસુધીમાં 11561 પોઝિટિવ દર્દી મળ્યા છે. જ્યારે 30 લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે. દેશભરમાં અત્યારસુધીમાં 398 લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page