Only Gujarat

Bollywood FEATURED

ચાર દિવસની ચાંદની બાદ સ્ટાર બનેલી રાનૂ મંડલના જીવનમાં છવાઈ ગયું અંધારું

મુંબઈઃ થોડી સેકન્ડનો વીડિયો વાઇરલ થયાં પછી રાનૂ મંડલનું નસીબ બદલાઈ ગયું હતું અને તે રાતોરાત ફૅમશ થઈ ગઈ હતી. રાનૂના અવાજને લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો અને સતત તેમના પ્રસંશકોની સંખ્યા વધતી ગઈ, પણ ‘એક પ્યાર કા નગમા હૈ’ ગઈને ફૅમશ થઈ હતી રાનૂ મંડલની જિંદગીમાં એકવાર ફરી અંધારું છવાઈ ગયું છે.

ફૅમશ મ્યુઝિક ડિરેક્ટર હિમેશ રેશમિયાએ રાનૂને તેમની ફિલ્મમાં ગાવાની તક આપી હતી. આ ફિલ્મનું ગીત ‘તેરી-મેરી કહાની’ ખૂબ જ હિટ થયું હતું, પણ કોરોના વાઇરસને લીધે રાનૂની હાલત ફરી ખરાબ થઈ હતી. મળતી માહિતી મુજબ, રાનૂને મુંબઈમાં કોઈ કામ મળી રહ્યું નથી.

તે અત્યારે રાણાઘાટના બેગોપારા સ્થિત તેમની માસીના ઘરે એકલી રહે છે અને છેલ્લે તેમણે જે કમાયું છે તેમાંથી ગુજારો કરી રહી છે. સોશિયલ મીડિયા પર રાનૂ વિશે એક વાર ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે. યૂઝર્સે કહી રહ્યાં છે કે, ‘ચાર દિવસની ચાંદની પછી અંધેરી રાત’

રાનૂ કાનપુરની એક ઇવેન્ટમાં હેવી મેકઅપ સાથે પહોંચી હતી. આ પછી તેમનો ફોટો વાઇરલ થયો હતો. જોકે, તે ફોટો ફેક હતો, પણ યૂઝર્સે તેમને ટ્રોલ કરવાનું ઓછું કર્યું નહોતું. આ પહેલાં પણ ફેન સાથે સેલ્ફી ક્લિક કરાવવાને લીધે તેમની ખૂબ જ આલોચના પણ થઈ હતી.

રાનૂ મંડલ અચાનક જ ઇન્ટરનેટની દુનિયામાં છવાઇ ગઈ હતી. પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશન પર લતા મંગેશકરનું ફૅમશ ગીત ‘એક પ્યાર કા નગમા’ને ગાઈ રાનૂ રાતોરાત ઇન્ટરનેટ પર છવાઈ ગઈ હતી.

આ પછી તેમને હિમેશ રેશમિયા સાથે ગીત ગાયું હતું. આ સાથે જ તે ઘણાં રિઆલિટી શૉમાં ગેસ્ટ તરીકે પણ ગયા હતાં. રાનૂ મંડલ ઘણી પબ્લિક ઇવેન્ટ્સમાં પણ જોવા મળ્યા છે.

You cannot copy content of this page