Only Gujarat

National

સેનિટાઈઝરનો વધુ પડતો ઉપયોગ કરવો પડશે ભારે, ફોનમાં થઈ શકે છે શોર્ટ સર્કિટ

નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ સંકટ વધી જ રહ્યો છે. તમામ દેશમાં સાબુથી કે અથવા આલ્કોહોલ યુક્ત સેનિટાઈઝરથી હાથ સાફ કરવા માટે લોકોને સમજાવવામાં આવી રહ્યાં છે. સંક્રમણનો ડર એ હદે ડરી ગયા છે કે પોતાના ફોન પર હેન્ડ સેનિટાઈઝરથી સાફ કરી રહ્યાં છે. અમુક લોકો ફોનને વાઈરસ રહતિ બનાવવા માટે એન્ટી બેક્ટેરિયલ વેટ-વાઈપ્સ વાપરી રહ્યાં છે. પરંતુ અમુક લોકો એવા છે જેઓ આલ્કોહોલ યુક્ત સેનેટાઈઝરને પોતાના ફોનથી સેનિટાઈઝ કરી રહ્યાં છે. આ લોકોને ફોનને સેનિટાઈઝરથી થતા નુકસાન અંગે માહિતી નથી. વાસ્તવમાં હેન્ટ સેનિટાઈઝરથી ફોન સાફ કરવા પર ફોનની સ્ક્રિનની સાથે હેડફોન જેક તથા સ્પીકર પણ ખરાબ થઈ રહ્યાં છે.

નવી દિલ્હીમાં એક મોબાઈર રિપેરિંગ સેન્ટરના વ્યક્તિએ એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સંક્રમણ ફેલાયા બાદ ફોન રિપેરિંગ માટે આવનારા મોટાભાગના લોકો એવા છે જેમણે ફોનને હેન્ડ સેનિટાઈઝર વડે સાફ કર્યા હતા. ઘણા લોકો એવા છે જેમણે મોબાઈલને એવી રીતે સેનિટાઈઝ કર્યા છે કે હેડફોન જેકમાં સેનિટાઈઝર જઈ રહ્યું છે. જેના કારણે ફોનમાં શૉર્ટ સર્કિટ થઈ રહ્યું છે. આ ઉપરાંત લોકોની ડિસ્પ્લે તથા કેમેરા લેન્સ પણ તેના કારણે ખરાબ થઈ રહ્યાં છે. સેનિટાઈઝરથી ડિસ્પ્લે પીળી થઈ રહી છે.

મેડિકલ વાઈપ્સ-રૂનો ઉપયોગ
તમે મોબાઈલની સફાઈ માટે માર્કેટમાં મળતા 70 ટકા આલ્કોહોલવાળા મેડિકલ વાઈપ્સનો ઉપયોગ કરી શકો છે. આ વાઈપ્સ થકી ફોનને યોગ્ય રીતે સાફ કરી શકશો. આ ઉપરાંત બેક્ટેરિયાનો પણ નાશ થશે. તમારે સૌપ્રથમ ફોન બંધ કરવાનો રહેશે, જે પછી રૂને રબિંગ અલ્કોહોલમાં નાખી ફોનની સ્ક્રિનને ડાયરેક્ટ સાફ કરી શકો છો. તમે કંપનીના કસ્ટમર કેર સેન્ટર પાસેથી માહિતી મેળવી શકો છો કે ફોનને કઈ રીતે સાફ કરી શકાય, કારણ કે તમામ કંપનીઓના ફોન મટિરીયલ અને ડિસ્પ્લે ટાઈપ જુદા હોય છે.

એન્ટી બેક્ટેરિયલ પેપર
લૉકડાઉનમાં અમુક સિલેક્ટડ સ્ટોર્સ ઓપન થયા છે, જેમાં કેમિસ્ટ સ્ટોર પણ સામેલ છે. અહીંથી તમે એન્ટી બેક્ટેરિયલ ટિશ્યૂ પેપર ખરીદી શકો છો, જેના વડે તમે પોતાનો ફોન સાફ કરી શકો છો.

You cannot copy content of this page