Only Gujarat

National

લોકડાઉનમાં સામે આવ્યો ચોંકવનારો કિસ્સો, કેનની અંદરની વસ્તુ જોઈ પોલીસ પણ ચોંકી

ચંદીગઢ: સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યું છે. તેનાથી બચવા માટે સરકાર દ્વારા અનેક ઉપાય કરવામાં આવી રહ્યાં છે. ભારત જેવા તમામ દેશમાં લોકડાઉન લાગુ છે. લોકો પોતાના ઘરમાં કેદ છે. ભારતમાં દારૂની દૂકાનો પણ બંધ છે પરંતુ તેની સાથે જોડાયેલા રોચક કિસ્સા સામે આવી રહ્યાં છે. આવી જ એક ચોંકાવનારી ઘટના હરિયાણામાં સામે આવી છે.

હરિયાણાના હિસારમાં બૂટલેગરોએ લોકડાઉન દરમિયાન દારૂની હેરાફેરીનો અનોખો કિમીયો અપનાવ્યો છે. આ રીત જોઇ પોલીસદળના હોશ પણ ઉડી ગયા. પોલીસના ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું કે દૂધના કેનમાં દારૂની બોટલો ભરેલી હતી.

હિસાર સ્થિત હાંસી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ જસબીર સિંહ અને ટ્રાફિક પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ વિજય કુમારે જણાવ્યું કે એક જીપમાં બૂટલેગર દૂધના કેનમાં દારૂની બોટલ લઇને જઇ રહ્યો હતો. ચેકિંગ દરમિયાન જીપ રોકવામાં આવી અને દૂધના ડ્રમની તલાસી લેવામાં આવી ત્યારબાદ સમગ્ર મામલો સામે આવ્યો છે.

ઘટનાસ્થળેથી દૂધના કેનમાં ભરેલી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસે જણાવ્યું કે શંકા થતા ચેકિંગનો આદેશ આપવામાં આવ્યો ત્યારબાદ દૂધના કેનમાંથી દારૂની બોટલ નીકળી.

ઉલ્લેખનીય છે કે પંજાબ સરકારે ગૃહ મંત્રાલય પાસે દારૂની દૂકાન ખોલવાની મંજુરી માગી હતી પરંતુ કેન્દ્રએ પંજાબ સરકારની આ માગણી સ્વીકારી ન હતી. ગૃહમંત્રાલયના જણાવ્યા પ્રમાણે બાર અને ક્લબની સાથે સાથે દારૂની દૂકાન પણ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. આ નિર્ણય લોકડાઉન પૂર્ણ થયા બાદ લેવામાં આવશે.

You cannot copy content of this page