Only Gujarat

FEATURED National

આશ્ચર્યમ! લૉકડાઉનમાં ભારતમાં વસ્તી વિસ્ફોટ ના થાય તે માટે અહીંયા વહેંચવામાં આવ્યાં કોન્ડમ

લખનઉઃ આખા દેશમાં કોરોના મહામારીથી મોતનો ભય ફેલાયેલો છે અને લોકડાઉને દેશની અર્થ વ્યવસ્થાને પણ બગાડી નાખી છે. હવે સરકાર માટે લોકડાઉન પછી વસ્તીવધારો મોટી મુસિબત ના બને તે માટે ઘેર-ઘેર જઈને કોન્ડોમના પેકેટ ફ્રીમાં વહેચી રહ્યાં છે. આવી જ ઘટના યુપીના બલિયામાં જોવા મળી છે.

ઉત્તરપ્રદેશના બલિયામાં જિલ્લા પ્રશાસને દરેક ઘરમાં કોન્ડોમ, માલા -ડી અને પરિવાર નિયોજન કીટ વહેંચવાનો નિર્દેશ કર્યો છે.

આ કારણે સ્વાસ્થ્યની ટીમ ઘરે ઘરે જઈને મફતમાં કીટ ( કન્ડોમ, માલાડી અને કોપર ટી ) વહેંચી રહી છે. લોકડાઉન બાદ વધતી જનસંખ્યાને લઈને સરકાર માટે મુસિબત ના બની જાય તે માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

ઘરે ઘરે જઈને કન્ડોમના પેકેટ વહેંચતી આશા વર્કરોનું માનવામાં આવે તો શહેર શહેર અને ગામડાઓમાં ફરીને લોકોને પરિવાર નિયોજન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

આ મામલે બલિયાના આસિસ્ટન્ટ સીએમઓ ડો. વિરેન્દ્રપ્રસાદે જણાવ્યુ કે કોરોનાવાઈરસથી ઘરોમાં લોકડાઉનમાં રહેલા પતિ પત્નિ માટે ફેમિલિ પ્લાનિંગ એક મનોરંજનનું સાધન ના બની જાય તે માટે સરકાર પણ વિશેષ પરેશાન છે. લોકડાઉનમાં જનસંખ્યા વધવાનું જોખમ છે. આ બાબતને લઈને જ જિલ્લાના દરેક ઘરમાં પરિવાર નિયોજનની કિટ વહેંચવાનો નિર્દેશ કરાયો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page