Only Gujarat

National

ઈજાગ્રસ્ત મહિલાને જોઈને લોકોને આવી દયા, પછી હકીકત જાણીને ઉડી ગયા બધાના હોંશ

ચંદીગઢ: પંજાબના પઠાનકોટમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી. અહીં રસ્તા પર લોહીથી લથપથ થઇને બેઠેલી હતી અને તેની આસપાસ દોરૂની બોટલો પણ પડી હતી. જ્યારે તપાસ બાદ હકિકત સામે આવી તો દરેક વ્યક્તિ ચોંકી ગયા હતા. વાત એમ હતી કે આ મહિલાએ દારૂ પીધો ન હતો પરંતુ તે દારૂની 17 બોટલ પોતાની કારમાં લઇને ચોરી કરીને ભાગી હતી પરંતુ રસ્તામાં કારનો અકસ્માત થઇ ગયો અને તેની પોલી ખુલી ગઇ.

ડ્રગ્સ માટે બદનામ પંજાબમાં લોકડાઉન દરમિયાન પણ તસ્કરો સક્રિય છે. પંજાબમાં કોરોનાથી બચવા માટે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે તેમ છતા તસ્કરો અને ડ્રગ્સ તસ્કરો સક્રિય જોવા મળી રહ્યાં છે. આ મહિલા માધોપુર સિંચાઇ વિભાગમાં પ્યુન છે. સરકારી નોકરીની આડમાં મહિલા તસ્કરી કરતી હતી. કર્ફ્યુ દરમિયાન જો કોઇ પોલીસ ઓફિસર મહિલાને રોકતા તો સરકારી કર્મચારી હોવાનું કહી ત્યાંથી બચીને નીકળી જતી હતી.

આ ઘટના બુધવારે રાતે શાહપુરકંડીના કૃષ્ણા માર્કેટ રોડ પર બની હતી. જ્યારે અચાનચ ઝડપથી આવતી આઇ-10 કારનું ટાયર ફાટી ગયું. ટાયર ફાટી જતા મહિલાએ કાર પરનો કાબુ ગમાવી દીધો અને કાર પલટી ગઇ. કાર પલટી જતાં તેમા રાખેલી દારૂની 17 બોટલ રસ્તા પર વિખેરાઇ ગઇ.

કાર અકસ્માત થવાને કારણે મહિલાને ઘણી ઇજા પહોંચી હોવાથી તે ત્યાંથી ફરાર થઇ શકી નહીં. મહિલાની ઓળખ શશિબાલા ઉર્ફ સુષમા તરીકે થઇ હતી. આ ગામ ધોની રહેવાસી છે. ઘટનાની જાણ થતા જ પોલીસકર્મીઓ પણ પહોંચી ગયા અને મહિલાને હોસ્પિટલ પહોંચાડવા તથા ફરિયાદ દાખલ કરવાની કામગીરી હાથ ધરી હતી.

અન્ય એક ઘટના પંજાબમાં સામે આવી હતી જેમાં વિશાલ વિહાર કોલોનીમાં રહેતા રાહુલ અને તેની પત્ની-બાળકો પર કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો. 20થી વધુ યુવક લોકડાઉનનો ભંગ કરી કોલોનીમાં ફરી રહ્યાં હતા. ત્યારબાદ ઝઘડો કરવા લાગ્યા હતા. જ્યારે આ યુવકોને રોકવામાં આવ્યા તો તેઓએ પથ્થરમારો કરી દીધો. આ બાબતે ફરિયાદ કરવામાં આવી છે.

 

You cannot copy content of this page