Only Gujarat

National

ટિકટોક સ્ટાર પ્રેમી સાથે ભાગી પરિણીત મહિલા, પોતાના બંને બાળકોની પણ ન કરી ચિંતા

ધમતરી, છત્તિસગઢ: ટિકટોક એપ સોશિયલ મીડિયા પર સૌથી વધુ લોકપ્રિય એપમાંથી એક છે. ઘણા લોકો તેના કારણે રાતોરાત સ્ટાર બની ગયા છે. પરંતુ બીજી તરફ આ એપના કારણે અમુક પરિવાર પણ બરબાદ થઈ રહ્યાં છે. તાજેતરમાં એક આવો જ કિસ્સો છત્તિસગઢથી સામે આવ્યો છે જ્યાં એક પરિવાર સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો અને તેનું કારણ ટિકટોક હતું.

ટિકટોક પર પરિણીત મહિલાને થયો પ્રેમ
વાસ્તવમાં ધમતરીમાં રહેતી એક 32 વર્ષીય મહિલાને ટિકટોક પ્લેટફોર્મ પર એક યુવક સાથે પ્રેમ થઈ ગયો. જેથી તે પોતાના પતિ અને 2 બાળકોને છોડી તેની પાસે જતી રહી. પરિવારજનોની ફરિયાદ પર પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી હતી.

યુવકનો વીડિયો જોઈ થઈ હતી પ્રભાવિત
એક માહિતી અનુસાર, મહિલાને ટિકટોક પર વીડિયો જોવાનો શોખ હતો. તે દરવખતે પોતાના મોબાઈલ પર તેમાં વીડિયો જોતી રહેતી હતી. આ દરમિયાન કાનપુરના એક યુવકના વીડિયોથી તે એટલી પ્રભાવિત થઈ કે તેના પ્રેમમાં પડી.

બંને પહેલા ફોન પર વાતો કરવા લાગ્યા અને ધીમે-ધીમે તેઓ એકબીજાને મળતા થયા. પછી એક દિવસ અચાનક મહિલા પોતાના પતિને છોડી પ્રેમીની સાથે રહેવા તેના ઘરે પહોંચી ગઈ.

 

You cannot copy content of this page