Only Gujarat

FEATURED National

ભાગ્યે જ કોઈને ખબર છે આખરે સેટેલાઈટ પર કેમ ચઢાવવામાં આવે છે સોનું?

નવી દિલ્હીઃ સેટેલાઇટ વિશે તો આપ જાણતા જ હશો, જેને કૃત્રિમ ઉપગ્રહ કહેવાય છે. પહેલો કૃત્રિમ ઉપગ્રહ સ્પુતનિક-1 સોવિયત સંઘ દ્ગારા 4 ઓક્ટોબર 1957એ પૃથ્વીના કક્ષમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારથી માંડીને આજસુધી હજારો કૃત્રિમ ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. પરંતુ શું આપ જાણો છો કે સેટેલાઇટ પર સોનાનો વરખ ચઢાવવામાં આવે છે. આપને જાણીને આશ્ચર્ય થશે પરંતુ તેની પાછળ એક ખાસ કારણ છે. આવો જાણીએ શું છે આ ખાસ કારણ.

અંતરિક્ષમાં મોકલવામાં આવતો સેટેલાઇટ સોનાની પરતમાં લપેટીને જ મોકલવામાં આવે છે. આ પરતને મલ્ટી લેયર ઇન્સુલેશન કહેવામાં આવે છે. આ વરખ વજનમાં ખૂબ હળવું પરંતુ ખૂબ જ મજબૂત હોય છે. મલ્ટી લેયર ઇન્સુલેશન બનાવવા માટે પાતળા-પાતળા સ્તરને લઇને એક મોટું લેયર બનાવવામાં આવે છે. જેને સામાન્ય ભાષામાં ગોલ્ડ પ્લેટિંગ કહેવાય છે, જ્યારે વૈજ્ઞાનિક ભાષામાં મલ્ટી લેયર ઇન્સુલેશન કહેવાય છે.

સોનાની વરખનો ઉપયોગ સેટેલાઇટમાં કરવો જરૂરી હોય છે. જેને અંતરિક્ષમાં દૂર સુધી મોકલવાનો હોય છે. અંતરિક્ષની ખોજમાં મોકલવામાં આવતાં સેટેલાઇટને બનાવવામાં સોનાની એક ખાસ ભૂમિકા હોય છે. આ મૂલ્યનાન ધાતુ કોઇ સેટેલાઇટનો અમૂલ્ય હિસ્સો હોય છે. તેને ગોલ્ડ પ્લેટિંગ કહે છે. સોનુ સેટેલાઇટની પરિવર્તનશીલતા, કન્ટક્ટિવીટી અને કાટ લાગતો અટકાવે છે.

વૈજ્ઞાનિકોના મત મુજબ જો સેટેલાઇટને અન્ય ધાતુ અને સોના વરખથી કવર કરવામાં ના આવે તો અંતરિક્ષના ખતરનાક રેડિએશન સેટેલાઇટને પળવારમાં નષ્ટ કરી દે છે. સેટેલાઇટમાં અનેક નાજુક ઉપકરણ પણ લગાવવામાં આવે છે. જેથી આ સોનાનો વરખ તેના નાજુક ઉપકરણ સહિત સેટેલાઇટનું રક્ષણ કરવાનું કામ કરે છે.

આપને જાણીને આશ્ચર્ય થશે પરંતુ અંતરિક્ષના યાત્રીના સ્પેસ સૂટમાં પણ સોના અને અન્ય ધાતુથી બનેલા વરખનો ઉપયોગ થાય છે. અપોલો લૂનર મોડ્યુલમાં પણ નાસાએ સોનાની વરખનો ઉપયોગ કર્યો હતો. આ જ રીતે ચંદ્રયાનના એક ભાગમાં પણ સોનાની આવો જ વરખ ચઢાવવામાં આવ્યો હતો.

You cannot copy content of this page