Only Gujarat

Bollywood FEATURED

પારદર્શક કપડાંમાં પ્રિયંકા ચોપરાનું ના દેખાવાનું દેખાઈ જાત પણ નાનકડી બેગે બચાવી લીધી

લોસ એન્જલસઃ હાલમાં જ ગોલ્ડન ગ્લોબ અવોર્ડનું આયોજન લોસ એન્જલસમાં બેવર્લી હિલ્સ ખાતે કરવામાં આવ્યું હતું. અવોર્ડમાં પ્રિયંકા ચોપરા ઓફ શોલ્ડર પિંક ગાઉનમાં છવાઈ ગઈ હતી. અવોર્ડ શો બાદ પાર્ટી યોજવામાં આવી હતી. આ પાર્ટીમાં પ્રિયંકા પતિ નિક જોનાસ સાથે આવી હતી. આ સમયે પ્રિયંકાએ એકદમ પારદર્શક આઉટફિ પહેર્યાં હતાં અને તેને કારણે તે વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બનતા બનતા માંડ બચી હતી.

શું પહેર્યું હતું પ્રિયંકાએ?
પ્રિયંકાએ પ્લેન બ્લેક સ્લીવલેસ ટોપ પહેર્યું હતું. જોકે, બ્લેક ટ્રાન્સપર્ટ શીર સ્કર્ટ પહેર્યું હતું, જેમાં ગ્રીન તથા બ્લેક રંગથી ફ્લોરલ પેટર્ન બનેલી હતી. પ્રિયંકા જે પણ પહેરે છે, તેમાં તે નિખરી ઉઠે છે પરંતુ આ આઉટફિટ જરૂર કરતાં વધુ ટ્રાન્સપરન્ટ હોવાને કારણે પ્રિયંકા ઘણીવાર અસહજ જોવા મળી હતી. જોકે, પ્રિયંકાની ગ્રીન નાનકડી બેગે તેનો સાથ નિભાવ્યો હતો અને ઉપ્સ મોમેન્ટનો શિકાર થતાં બચાવી હતી.

પ્રિયંકાનો આ ડ્રેસ લંડનની જાણીતી ફેશન ડિઝાઈનર બ્રાન્ડ Ekaterina Kukhareva નો હતો. આ ડ્રેસનું નામ rhea ડ્રેસ છે અને સ્લીવલેસ મેક્સી ડ્રેસ કેન્ડલ જેનર જેવી હોલિવૂડ એક્ટ્રેસિસમાં લોકપ્રિય છે. આ ડ્રેસની કિંમત 625 પાઉન્ડ એટલે કે 58 હજારનો છે.પ્રિયંકાને ઉપ્સ મોમન્ટ્સમાંથી બચાવનાર એમરેલ્ડ ગ્રીન રંગની સ્લિંગ બેગ લક્ઝૂરિયસ બ્રાન્ડ બવલગરીની સર્પેન્ટી ફોરએવર ફ્લેપ કવર બેગ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page