Only Gujarat

Bollywood FEATURED

શાહરુખની બહેન હતી રૂપરૂપનો અંબાર, આ ઘટનાને કારણે થઈ ગઈ હતી પાગલ

મુંબઈઃ દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. એવામાં હવે ભારતમાં પણ ટૂંક સમયમાં વેક્સિન આવવાની શક્યતા છે. લોકો અને સેલેબ્સ પણ પોતાના કામથી ઘરની બહાર નીકળી રહ્યાં છે. એવામાં સેલેબ્સ સાથે જોડાયેલાં કિસ્સા, ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે. આ દરમિયાન શાહરૂખ ખાનના સ્ટ્રગલ દરમિયાન નજીકના ફ્રેન્ડ, એક્ટર અને નિર્માતા વિવેક વાસવાનીના થ્રોબેક ફોટો અને વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. જેમાં શાહરૂખ ખાનની બહેન શહનાઝ લાલારૂખ ખાન પણ જોવા મળી રહી છે. આ થ્રોબેક ફોટોમાં લાલારૂખ ખૂબ જ સુંદર લાગી રહી છે, પણ આજે તેમને ઓળખવી પણ મુશ્કેલ છે અને તે ઘરની બહાર નીકળતી નથી.

વિવેકે આ ફોટોને પોતાના ટ્વીટર પર શેર કર્યો છે. તેમણે લખ્યું કે, ‘બોલિવૂડથી ખૂબ પહેલાં, બોલિવૂડની પત્નિની જેમ શબ્દોને ગાઢવામાં આવ્યા હતાં, ઘરમાં ડાલમપાલપાર્ક હતો અને મા હતી. ગર્મજોશી અને વગર શરતે સ્વીકૃતિ હતી. અહીં શાહરૂખ, ગૌરી, લાલારૂખ અને મોઈ સાથએ મોમ છે.’

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનની બહેન 61 વર્ષની છે. લાલારૂખની જિંદગીમાં એક સમ. એવો આવ્યો હતો જેને લીધે તે ડિપ્રેશનમાં જતી રહી હતી, જ્યારે તેમણે પોતાના પિતાની ડેડબોડી જોઈ હતી. તે પછી તે આઘાતમાંથી સરખી રીતે બહાર આવી શકી નહોતી.

શાહરૂખના પિતાનું મોત વર્ષ 1981માં કેન્સરને લીધે થયું હતું. કહેવામાં આવે છે કે, આ વાતની ખબર લાલારૂખને પહેલા નહોતી. તે સમયે તે ક્યાક બહાર ગઈ હતી. જ્યારે તે ઘરે પાછી આવી તો પિતાની ડેડબોડી જોઈ બેભાન થઈ ગઈ હતી. આ ઘટના પછી તેમને મોટો આઘાત લાગ્યો અને તે ડિપ્રેશનમાં જતી રહી હતી. પછી તે ઘણીવાર બીમાર રહેવા લાગી હતી.

શહનાઝ બે દિવસ સુધી બેભાન રહી હતી. તેમની આંખથી આંસૂ પણ નીકળ્યા નહોતા. એટલે તે ડિપ્રેશનમાં જતી રહી હતી. તે બીમાર રહેવા લાગી બતી. ઘરની દરેક જવાબદારી શાહરૂખ ખાન પર આવી ગઈ હતી.

લાલારૂખ, શાહરૂખથી 6 વર્ષ મોટી છે. ઉલ્લેખનીય છે કે, તે શાહરૂખના પરિવારની સાથે તેમના બંગલા મન્નતમાં રહે છે. શાહરૂખ અને તેમની પત્ની ગૌરી ખાન લાલારૂખની ખાસ સારસંભાળ પણ રાખે છે. તે લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે.

એક ઇન્ટરવ્યૂમાં શાહરૂખે જણાવ્યું હતું કે, ‘શહનાઝને પાપાની મોતનો મોટો આઘાત લાગ્યો કે, તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસી અને 2 વર્ષ સુધી આઘાતમાંથી બહાર આવી નહીં. તે રડતી અથવા ચીસો પાડતી, પણ તેના ચહેરા પર પિતાનું જવાનું દુખ સ્પષ્ટ જોવા મળતું હતું.’

તેમણે જણાવ્યું હતું કે, ‘ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના શૂટિંગ દરમિયાન તેમની તબીયત વધારે બગડી ગઈ હતી, આ પછી તેમને સારવાર માટે સ્વિટ્ઝરલેન્ડ લઈ ગયાં હતાં. સારવાર પછી તેમનું સ્વાસ્થ્ય પહેલાં કરતાં સારું હતું, પણ છતાં તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ શક્યા નહોતાં.’

અહીં તેમની ઘણાં દિવસો સુધી સારવાર ચાલી. એક સુપરસ્ટારની બહેન હોવા છતાં શહનાશ ખૂબ જ સાદગીમાં રહેવાનું પસંદ કરે છે. શહનાઝ શાહરૂખ ખાનના બાળકોની ખૂબ જ નજીક છે.

You cannot copy content of this page