Only Gujarat

Bollywood TOP STORIES

નીતા અંબાણી બન્યાં દાદી, મોટી વહુ શ્લોકાએ આપ્યો દીકરાને જન્મ

મુંબઈ: ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી ઘરે પુત્રનો જન્મ થયો છે. મુકેશ અંબાણી હવે દાદા બની ગયા છે. તેમના પુત્ર આકાશ અંબાણીના પત્ની શ્લોકા મહેતાએ આજે સવારે લગભગગ 11 વાગ્યાની આસપાસ પુત્રને જન્મ આપ્યો હતો. નોંધનીય છે કે, 9 માર્ચ 2019ના રોજ આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના ધામધૂમથી લગ્ન થયા હતા. આ લગ્ન ભારત સહિત સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યા હતાં.

શ્લોકા મહેતા માતા બની છે જેને લઈને ઘરમાં ખુશીનો માહોલ છે. અંબાણી પરિવાર અને મહેતા પરિવારના સભ્યોમાં ખુશી જોવા મળી રહી છે. અંબાણી પરિવારના ઘરે પુત્રનો જન્મ થયો છે જોકે હજુ સુધી પુત્રની તસવીર સામે આવી નથી.

ગયા વર્ષે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સે લગભગ રૂપિયા 620 કરોડમાં બ્રિટનની રમકડાંની બ્રાન્ડ હેમ્લીઝ ગ્લોબલ હોલ્ડિંગ્સ લિમિટેડ સાથે હસ્તાગત કરી હતી. તે સમયે સોશિયલ મીડિયામાં લોકો એવી મજાક કરતા હતા કે મુકેશ અંબાણીએ તેમના આવનારા પોત્ર-પુત્રી માટે અત્યારથી જ રમકડા ભેગા કરી રહ્યા છે.

ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના પરિવાર વધુ પૈસાદાર બની ગયો છે. અંબાણી પરિવાર એશિયાની સૌથી મોટી ફેમિલી છે. મુકેશ અંબાણી પરિવારની પાસે હોંગકોંગના Kwoksથી બે ઘણું અને દક્ષિણ કોરિયાના લી પરિવારથી ત્રણ ઘણા પૈસા થઈ ચૂક્યા છે. આ વાત બ્લૂમબર્ગ બિલિયેનિયર ઈંડેક્સની એશિયાના 20 સૌથી અમીર પરિવારની રેકિંગથી સામે આવ્યા છે.

You cannot copy content of this page