Only Gujarat

Bollywood

32 વર્ષના યુવાને પોતે ઐશ્વર્યા રાયનો પુત્ર હોવાનો કર્યો દાવો, કહ્યું-લંડનમાં IVFથી થયો હતો જન્મ

મુંબઈ: થોડા સમય પહેલાં એક મહિલા સામે આવી હતી, જેણે સિંગર અનુરાધા પૌડવાલની પુત્રી હોવાનો દાવો કર્યો હતો. 45 વર્ષીય મહિલાએ કહ્યું હતું કે અનુરાધા પૌડવાલે જન્મ આપ્યા બાદ તેને બીજા કોઈને સોંપી દીધી હતી. હવે એક અન્ય શખ્સ સામે આવ્યો છે, જે પોતાને એશ્વર્યા રાયનો પુત્ર ગણાવે છે. અંદાજે એક વર્ષ પહેલાં પણ આ જ શખ્સે મીડિયા સામે આવીને પોતે ઐશ્વર્યા રાયનો પુત્ર હોવાનો દાવો કર્યો હતો.

વેબસાઈટ મિડ-ડેના રિપોર્ટ મુજબ 32 વર્ષીય સંગીત કુમારે દાવો કર્યો છે કે તે ઐશ્વર્યા રાયનો પુત્ર છે. ઐશ્વર્યા રાયે આઈવીએફ દ્વારા લંડનમાં તેને જન્મ આપ્યો હતો. સંગીતકુમાર મેંગ્લોરનો રહેવાશી છે. તેણે જણાવ્યું હતું કે તેનો જન્મ 1988માં થયો હતો. નોંધનીય છે કે એ વખતે ઐશ્વર્યાની ઉંમર 15 વર્ષની હતી.

એટલું જ નહીં સંગીતકુમારે તો એવું પણ કહ્યું હતું કે જ્યારે તેના પિતા તેને વિશાખાપટ્ટનમ લઈને આવ્યા હતા ત્યારે ઐશ્વર્યાના માતા-પિતાએ બે વર્ષ સુધી તેની દેખભાળ કરી હતી. આ શખ્સનો દાવો છે કે તેના સંબંધીઓએ તેના બર્થ સર્ટિફિકેટના તમામ દસ્તાવેજો નષ્ટ કરી દીધા છે.

આ શખ્સ ઈચ્છે કે કે તે મુંબઈ શિફ્ટ થઈ જાય અને ઐશ્વર્યા સાથે રહે. આ પહેલાં જ્યારે સંગીતકુમાર મીડિયા સામે આવ્યો હતો ત્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે સંગીત કુમારને માનસિક રીતે બીમાર ગણાવ્યો હતો. જ્યારે આ શખ્સ અંગે સોશ્યલ મીડિયા યુઝર્સને જાણ થઈ તો તેની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી.

ઐશ્વર્યાની આગામી ફિલ્મની વાત કરીએ તો તે ડિરેક્ટર મણિરત્નની તમિલ ફિલ્મ Ponniyin Selvanમાં જોવા મળશે. મણિરત્નમ સાથે બીજી વખત કામ કરવા બાબતે ઐશ્વર્યાએ કહ્યું હતું કે, ‘‘આ એક ખૂબ સારો અનુભવ છે. મણિરત્નમ મારા ગુરુ છે અને તે દેશના શાનદાર ડિરેક્ટર્સમાંથી એક છે.’’

You cannot copy content of this page