Only Gujarat

Bollywood

પ્રિયંકા ચોપરાના 10 વર્ષ નાના પતિએ કર્યો ખુલાસો, કહ્યું લગ્ન પહેલાં કોને અને ક્યાં કરી હતી કિસ

મુંબઈઃ પ્રિયંકા ચોપરા અને તેમના પતિ નિક જોનસની જોડી ફેન્સની પંસદગીની જોડીઓમાંથી એક છે. બંનેની એક ઝલક મેળવવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સુકતાથી રાહ જોવે છે. પ્રિયંકા સાથે લગ્ન પહેલાં નિક જોનાસ ઘણી છોકરીઓ સાથે રિલેશનશિપમાં હતો. નિક જોનાસને પહેલીવાર 13 વર્ષની ઉંમરમાં પ્રેમ થઈ ગયો હતો. એવામાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન નિકે તેમના અફેર અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે, તેમને પહેલીવાર કોરોને કોને અને ક્યાં કિસ કરી હતી.

નિક જોનસે કહ્યું હતું કે, ‘તેમનો પહેલો પ્રેમ માઇલી સાઇરસ હતી. માઇલી સાઇરસ સાથે તેમની મુલાકાત વર્ષ 2006માં એક ચેરિટી ઇવેન્ટમાં થઈ હતી અને બંનેને પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો. બંનેની ઉંમર 13 વર્ષની હતી. માઇલ સાઇરસો તેની ઑટોબાયોગ્રાફીમાં પણ તેમની લવલાઇફ વિશે લખ્યું છે.

નિક જોનસે એક ઇન્ટરવ્યૂમાં પણ કહ્યું હતું કે, ‘માઇલી સાઇરસ પહેલી છોકરી હતી, જેને તેમણે કિસ કરી હતી.’ નિકે કહ્યું હતું કે, ‘તેમણે માઇલીને હૉલીવૂડમાં કેલિઉફોર્નિયા પિઝ્ઝા કિચન બહાર કિસ કરી હતી.’

નિક જોનસે એમ પણ કહ્યું હતું કે, ‘તેમણે કિસ પિઝ્ઝા ખાધા પછી કરી હતી, જેમાં ખૂબ જ કાંદા હતાં.’ નિકે કહ્યું કે, ‘તેમના શ્વાસમાંથી ખૂબ જ સ્મેલ આવી રહી હતી.’ એક રિપોર્ટ મુજબ, માઇલીએ તેમની પહેલી કિસ કોઈ છોકરીને કરી હતી.

ઉલ્લેખનીય છે કે, નિક જોનસ અત્યારે પ્રિયંકા ચોપરા સાથે ઘરમાં જ સમય પસાર કરી રહ્યા છે.કોરોના અને લૉકડાઉનને લીધે બંને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. હાલમાં જ નિકની ભાભીએ દીકરીને જન્મ આપ્યો છે અને પ્રિયંકા અને નિક કાકા-કાકી બની ગયા છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનસની ઉંમરમાં 10 વર્ષનો અંતર છે. નિક પ્રિયંકાથી 10 વર્ષ નાનો છે. બંનેએ ડિસેમ્બર 2018માં જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતાં.

You cannot copy content of this page