Only Gujarat

Bollywood FEATURED

મેચ જોતા જોતા જ આ જાણીતા એક્ટરનું થયું મોત, સાઈડ રોલ પ્લે કરીને બન્યો હતો લોકપ્રિય

મુંબઈઃ બોલિવૂડમાં એવાં ઘણાં કલાકારો છે જેમણે લીડ રોલ ન કર્યો હોવા છતાં દર્શકોના દિલમાં ખાસ છાપ છોડી છે. તેમને દરેક કેરેક્ટરમાં દર્શકોનું દિલ જીતી લીધું છે. એવા જ એક કલાકાર છે શફી ઇનામદાર. તેમણે સિરિયલોથી ફિલ્મ સુધી યાદગાર રોલ પ્લે કર્યાં છે. 23 ઓક્ટોબર 1945માં તેમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો.

શફી ઇનામદારે વર્ષ 1982માં ‘વિજેતા’ ફિલ્મથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆથ કરી હતી. વર્ષ 1983માં આવેલી બ્લૉકબસ્ટર ફિલ્મ ‘અર્ધ સત્ય’માં તેમણે ઇન્સપેક્ટર હૈદર અલીનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં તેમની એક્ટિંગની ખૂબ જ પ્રસંશા કરવામાં આવી હતી. આ પછી તેમને ઘણી સફળતા પણ મળી હતી.

શફી ઇનામદાર ફઇલ્મ ‘આજ કી આવાજ’માં પોલીસવાળા બન્યા તો ‘આવામ’માં ખલનાયક, ‘નજરાના’, ‘અનોખા રિશ્તા’ અને ‘અમૃત’માં તે હીરોના દોસ્તના રોલમાં જોવા મળ્યાં હતાં. એ શફીની ખાસ વાત હતી કે,તે દરેક કેરેક્ટરમાં ફિટ થઈ જતાં હતાં કે જોઈને જ લાગતું હતું કે તેમનાથી સારો આ રોલ કોઈ બીજો પ્લે કરી શકે જ નહીં.

ફિલ્મમાં પોતાની છાપ છોડવાની સાથે-સાથે ટીવી પર શાફી ઇનામદાર છવાયેલા રહ્યાં હતાં. ફૅમશ સિરિયલ ‘યે જો હૈ જિંદગી’માં તેમને દમદાર રોલ પ્લે કર્યો હતો. આ ઉપરાંત તે ગુલઝારની સિરિયલ ગાલિબમાં એક મહત્ત્વનો રોલ પ્લે કરતાં જોવા મળ્યાં હતાં.

એક્ટિંગ ઉપરાંત શફીએ એક ફિલ્મનું ડિરેક્શન પણ કર્યું છે. જેનું નામ હતું ‘હમ દોનો’. ફિલ્મમાં રિશી કપૂર, નાના પાટેકર અને પૂજા ભટ્ટ લીડ રોલમાં હતાં. આ ફિલ્મ હિટ રહી અને શફીને સારા ડિરેક્ટર તરીકે ઓળખ મળી હતી.

13 માર્ચ 1996માં ભારત અને શ્રીલંકા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ સેમી ફાઇનલ મેચ જોતી વખતે શફી ઇનામદારને હાર્ટ એટેક આવ્યો હતો અને 50 વર્ષની ઉંમરમાં તેમને દુનિયાને અલવિદા કહી દીધું હતું.

You cannot copy content of this page