Only Gujarat

Bollywood

રાતોરાત ફેસમ થયેલ સોનુ સુદનું ઘર અંદરથી છે એકદમ સુંદર, જુઓ આ છે અંદરની તસવીરો

મુંબઈ: સોનુ સુદ 47 વર્ષનો થઈ ગયો છે. તેમનો જન્મ 30 જુલાઇ, 1973નાં રોજ મોગા, પંજાબમાં થયો હતો. બોલીવૂડ જ નહીં સાઉથની પણ અનેક સુપરહીટ ફિલ્મોમાં કામ કરનારા સોનુ સુદ અત્યારે ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાને લીધે લૉકડાઉન દરમિયાન તેમણે પ્રવાસી મજૂરોની મદદ કરી તેમને ઘરે પહોંચાડ્યા હતા. એટલું જ નહીં અત્યારે પણ મદદ કરવા માટે સોનુ સુદ આગળ આવે છે. સાઉથની ફિલ્મોમાંથી ડેબ્યુ કરનારા સોનુ સુદે ‘દબંગ’, ‘જોધા અકબર’, ‘આશિક બનાયા આપને’, ‘સિંઘ ઇસ કિંગ’, ‘એક વિવાહ ઐસા ભી’, ,’આર રાજકુમાર’, ‘હેપી ન્યૂ યર’ અને ‘સિમ્બા’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. સોનુ સુદ ટૂંક જ સમયમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું શૂટિંગ શરૂ કરશે. ત્યારે સોશિયલ મીડિયામાં સોનુ સુદના ઘરના ફોટો વાઇરલ થયાં છે તે અમે તમને બતાવીએ.

સોનુ સુદનું આલિશાન અને લક્ઝૂરીયસ ઘર મુંબઈના અંધેરી વિસ્તારમાં છે. તેમનું આ એપાર્ટમેન્ટ 26 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે.

સોનુ સૂદના ઘરને આર્ક આર્કિટેક્ટ્સે ડિઝાઇન કર્યું છે.

સોનુનો એપાર્ટમેન્ટ વાસ્તુશાસ્ત્ર મુજબ ડિઝાઇન કરવામાં આવ્યો છે.

સોનુ સૂદે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘તે અંધેરીમાં જ ઘર ખરીદવા ઈચ્છે છે કેમકે, ત્યાં દરેક સુવિધા મળી રહે છે.’

સોનુ સૂદના ઘરના પ્રવેશદ્વારને ખૂબ જ આર્ટિસ્ટિક રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

સોનુ સુદના ઘરનાં લિવિંગરૂમમાં ઇતાલવી ટ્રેવર્ટિન ફર્શ છે, જ્યારે દિવાલ પર રેશમના વોલપેપર લગાવવામાં આવ્યા છે.

સોનુ સુદ અને તેમની પત્નીએ ઘરના દરેક ફર્નિચરને ખાસ રીતે ડિઝાઇન કરાવ્યું છે

સોનુ સુદે તેમના ઘરમાં અનેક બુદ્ધની મૂર્તિઓ શણગારી છે. આ મૂર્તિઓ સોનુ સૂદે અલગ-અલગ જગ્યાએથી ભેગી કરેલી છે.

સોનુના ઘરના ડાઇનિંગ એરિયાની પાસે જ ભગવાનનું એક સુંદર મંદિર પણ છે.

સોનુના ઘરના ડાઇનિંગ એરિયાની પાસે જ ભગવાનનું એક સુંદર મંદિર પણ છે.

સોનુ સૂદ દર વર્ષે ગણેશ ચતુર્થી પર ગણપતિ બાપ્પાની મૂર્તિ ઘરે લાવે છે અને પરિવાર સાથે પૂજા કરે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page