Only Gujarat

FEATURED

પોલીસે કર્યો આ કારનો પીછો ને મળ્યું એવું કે જોતા જ બોલી પડાયું કે આટલા બધા…

પટણાઃ બિહારના કૈમૂર જીલ્લાના મોહનિયા ચેક પોસ્ટ પર પોલીસે ગેરકાયદે દારૂની તસ્કરી અટકાવવા માટે ચેકિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન એક ગાડીથી પોલીસને એક એવી વસ્તુ મળી જેને જોઈ તમામ પોલીસકર્મી દંગ રહી ગયા. આ મામલે પોલીસે 3 લોકોની ધરપકડ કરી હતી.

ઉત્તર પ્રદેશથી બિહાર તરફ આવતી એક કારને અટકાવી જ્યારે તપાસ કરવામાં આવી તો તેમાં કંઈ મળ્યું નહીં. પરંતુ પોલીસે કારમાં રહેલા યુવાનોની તપાસ શરૂ કરી તો શરીરની પાછળની બાજુ નોટના બંડલ જેવું કંઈ હોવાનું લાગ્યું. જે પછી તેમના કપડા ઉતરાવ્યા અને જે સામે આવ્યું તેનાથી પોલીસકર્મીઓ પણ ચોંક્યા હતા.

3 યુવકો પાસેથી પોલીસને 92 લાખ રૂપિયા રોકડા મળ્યા હતા. થેલા જેવા જેકેટમાં યુવકોએ 500 અને 2000ની નોટ છુપાવી રાખી હતી. જેને ઢાંકવા શર્ટ પહેર્યા હતા. પોલીસે ત્રણેય યુવકોની ધરપકડ કરી હતી. આ ત્રણેય પૈસા લઈ વારાણસીથી કોલકાતા જઈ રહ્યાં હતા અને તેમની પાસે આ પૈસા સંબંધિત કોઈ ડોક્યુમેન્ટ્સ નહોતા.

ફેબ્રુઆરીમાં પણ પોલીસે 1 કરોડ 30 લાખ રૂપિયા સાથે 2 લોકોની ધરપકડ કરી હતી. તેઓ પણ વારાણસીથી કોલકાતા પૈસા લઈ જઈ રહ્યાં હતા. ધરપકડ બાદ જાણ થઈ કે તે લોકો ઘરેણાં ખરીદવા 4-5 વેપારીઓ પાસેથી પૈસા લઈ વારાણસીથી કોલકાતા જઈ રહ્યાં હતા. પોલીસે ત્રણેય આરોપીઓને જેલ મોકલી દીધા છે અને તેમને કોર્ટમાં રજૂ કરાયા બાદ ઈન્કમ ટેક્સ વિભાગને પણ ઘટનાની જાણ કરવામાં આવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

You cannot copy content of this page