Only Gujarat

FEATURED National

લેહમાં લેન્ડ થતાં જ ઘણાંને થાય છે શ્વાસની સમસ્યા, આપણાં વડાપ્રધાને જે કર્યું તેને એક સલામ તો બને જ છે!

લેહઃ પીએમ મોદી શુક્રવાર, ત્રીજી જુલાઈએ સવારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બિપિન રાવત સાથે લદ્દાખ પહોંચ્યા હતા. અહીં તેમણે લેહના નિમૂમાં સૈન્ય, વાયુ સેના અને આઈટીબીપીના જવાનો સાથે વાત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. ચીન સાથેના સરહદ વિવાદ વચ્ચે પીએમ મોદીએ અચાનક લેહનો પ્રવાસ કરી તમામને ચોંકાવ્યા હતા. જોકે આ એકમાત્ર આશ્ચર્યચકિત કરનાર વાત નથી.

સોશિયલ મીડિયા પર બીજા એક કારણે પણ લોકો ચોંક્યા હતા. પીએમ મોદીની ક્ષમતાઓને જોઈ તમામ લોકો પ્રભાવિત પણ થયા. વાસ્તવમાં લેહ એવા સ્થળોમાં સામેલ છે, જ્યાં ઘણી ઊંચાઈવાળા વાતાવરણને કારણે લોકો તાત્કાલિક ત્યાંના વાતાવરણમાં ઢળી શકતા નથી, આટલી ઊંચાઈ પર જવું અને પછી તે જ દિવસે ત્યાંથી કોઈ પણ સમસ્યા વગર પાછા આવવું શક્ય નથી.

પીએમ મોદીના લેહ પહોંચવાની માહિતી ત્યારે સામે આવી જ્યારે તેઓ લેહ એરપોર્ટ પર લેન્ડ કરી ચૂક્યા હતા. 11 હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત અને દેશના અન્ય ભાગ કરતા એકદમ અલગ વાતાવરણવાળા આ વિસ્તારમાં ઘણી ઠંડી પડે છે. પરંતુ આ સંપૂર્ણ યાત્રા દરમિયાન 69 વર્ષીય વડાપ્રધાનને કોઈપણ અસર થઈ નહોતી. તેઓ લેન્ડ કર્યા બાદ સીધા નીમૂ પહોંચ્યા, જ્યાં તેમણે જવાનોને સંબોધ્યા. બપોરે 2.30 કલાકે તેઓ પરત જવા માટે લેહ એરપોર્ટ પહોંચી ગયા હતા.

રિટાયર્ડ લેફ. જનરલે ઉઠાવ્યા સવાલોઃ ભારતીય સૈન્યના રિટાયર્ડ લેફ. જનરલ સૈયદ અતા હસનૈને પણ ટ્વિટર પર આ વાત ઉઠાવી હતી. લેહની પરિસ્થિતિમાં અનુકૂળ થવું સરળ નથી. તમે ત્યાં લેન્ડ તો કરી શકો પરંતુ અમુક દિવસ માટે તમારે પોતાની સ્પીડ ઓછી રાખવી પડશે. પરંતુ, તેમણે કહ્યું કે- દેશના વડાપ્રધાનને આટલી મુશ્કેલ યાત્રા પર લઈ જવું યોગ્ય નથી.

સોશિયલ મીડિયા પર લોકોએ યોગને આપ્યો શ્રેયઃ ટ્વિટર પર હસૈનનની ટ્વિટ પર એક યુઝરે લખ્યું કે,‘આ વાત મારા દિમાગમાં પણ આવી હતી. લેહમાં પણ ઘણા લોકો જે દિલ્હીથી સીધા લેન્ડ કરે છે, તેમને ઊંચાઈમાં પરિવર્તન આવવાના કારણે અમુક સમસ્યા થવા લાગે છે. આ કેવી રીતે શક્ય છે કે પીએમ વગર કોઈ અભ્યાસે પ્રવાસ કરી રહ્યાં છે.’ જ્યારે એક બીજા યુઝરે તેમની લાઈફ સ્ટાઈલનો ઉલ્લેખ કરતા લખ્યું કે, કદાચ યોગથી તેમને મદદ મળતી હશે.

નિમૂની ભૌગોલિક સ્થિતિ, જ્યાં પીએમ મોદી ગયા હતા – નિમૂ સમુદ્ર તળથી 11 હજાર ફૂટ જેટલી ઊંચાઈએ સ્થિત છે. આ વિસ્તાર યાત્રા માટે ઘણો મુશ્કેલ મનાય છે. – વઘુ ઊંચાઈ અને ભયંકર ઠંડીના કારણે અહીં રોજિંદા જીવનને મોટો પડકાર મનાય છે. – ઊંચાઈના કારણે જ ઓક્સિજન ઓછું હોવાથી લોકોને શ્વાસ લેવામાં સમસ્યા થતી હોય છે. – આવા સ્થળોએ જવા માટે પહેલા 1-2 દિવસની તૈયારી કરવી જરૂરી રહે છે.


– ગરમીમાં અહીંનું તાપમાન 40 ડિગ્રી અને શિયાળામાં માઈનસ 29 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. – કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખની રાજધાની લેહથી 35 કિ.મી. લિકિરમાં છે નીમૂ ફોરવર્ડ પોસ્ટ. – સામરિક દ્રષ્ટિથી ભારત માટે મહત્ત્વપૂર્ણ છે નિમૂ. અહીંથી સૈન્ય ચીન અને પાક. બંને પર નજર રાખી શકે છે. – અહીંથી લદ્દાખ, મુસ્કોહ, દ્રાસ, કારગિલ, પાક., પેંગોગ લેક, ચુશુલ જેવા સ્થળો પર સીધી નજર રાખી શકાય છે.

You cannot copy content of this page