Only Gujarat

Gujarat

ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે તુટી પડશે ધોધમાર વરસાદ?

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાંય દિવસથી વરસાદ બંધ થઈ ગયો હતો જોકે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ફરી એકવાર ચોમસું સક્રિય થયું છે. બે દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે જ્યારે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ત્યારે આગામી 4થી 10 તારીખ સુધી ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 10 કલાકમાં અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, ભરૂચ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સ્કાયમેટે આગાહી કરી છે. ભાવનગર, બોટાદ, દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, ખેડા, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી અને પંચમહાલ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 4 અને 5 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, તાપી, વડોદરા, આણંદ, દાહોદ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે.

6 જુલાઈથી 8 જુલાઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ, ખેડા, નર્મદા, આણંદ, વડોદરા, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસી તેવી પુરેપુરી સંભાવના છે. રાજ્યના તમામ ભાગમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં વાવાઝોડાને કારણે વરસાદી સિસ્ટમ તુટી ગઇ હતી જોકે હવે પશ્ચિમ બંગાળની ખાડીમાં દબાણ સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જેમાં 6 જુલાઇએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં 7 જુલાઈના રોજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ તેમજ 8 અને 9 જુલાઇના રોજ સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે 10 જુલાઈએ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, આગામી 4થી 10 તારીખ સુધી ગુજરાતમાં હળવાથી લઈને ભારે વરસાદ પડી શકે છે જોકે આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવન સાથે અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે જેને કારણે માછીમારીનો દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page