Only Gujarat

Gujarat

પબજી રમતાં-રમતાં પંજાબી યુવતી ગુજરાતી યુવકના પ્રેમમાં પડી પછી તેણે જે કર્યું એ જાણી પરિવાર ગોથે ચડ્યો

અમદાવાદઃ કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. તાજેતરમાં જ સીમા હૈદર પાકિસ્તાનથી પ્રેમી સચિન સાથે રહેવા માટે ભારત આવી ગઇ હતી. તો ભારતની એક યુવતી પ્રેમી યુવક માટે પાકિસ્તાન જતી રહી. આવી જ એક ઘટના અમદાવાદમાં બની હતી.

પબજીની રમત રમતમાં એક પંજાબી યુવતી ગુજરાતી યુવકને દિલ દઈ બેઠી અને પબજીનો પ્રેમ પંજાબી યુવતીને ગુજરાત ખેંચી લાવ્યો હતો. પંજાબની યુવતી પબજી રમતા રમતા અમદાવાદના કૃષ્ણનગરના રહેવાસી યુવકના પ્રેમમાં પડી હતી.

પંજાબની એક યુવતી પબજી રમતા રમતા અમદાવાદના કૃષ્ણનગરના એક યુવકના પ્રેમમાં પડીને ગુજરાત આવી ગઈ. હાલ યુવતી યુવક સાથે તેના ચાલીના મકાનમાં રહે છે. આ કિસ્સામાં પણ યુવતી યુવક કરતા ઉંમરમાં મોટી છે. યુવતીના પરિવારજનો તેને શોધતા શોધતા ગુજરાત આવી પહોંચ્યા હતા. પરંતુ યુવકની ઉંમરમાં હજી 21 વર્ષ થવાના બાકી છે. તેથી હાલ બંને લગ્ન કરી શકે તેમ નથી.

પંજાબના એક પરિવારની યુવતી ગાયબ હતી, તેનો પરિવાર તેને શોધતો શોધતો અમદાવાદ પહોંચ્યો. ત્યારે ખબર પડી કે, દીકરી પબજી રમતા રમતા અમદાવાદના યુવકના પ્રેમમાં પડી હતી, અને અહી રહેવા આવી ગઈ છે. યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, તેમની દીકરીને ફસાવવામાં આવી છે. તો બીજી તરફ, કૃષ્ણનગરની એક ચાલીમાં રહેતો યુવક મધ્યમવર્ગીય પરિવારનો છે. જે નાનુ-મોટું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા કેટલાક સમયથી તે ઓનલાઈન પબજી ગેમ રમતો હતો, જેમાં તે પંજાબી યુવતીના સંપર્કમાં આવ્યો હતો.

એક દિવસ યુવતીએ યુવક સામે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો, અને યુવકે તેને સ્વીકારી લીધો. પછી તો શું, યુવતી લગ્ન માટે સીધી તેના ઘરે પહોંચી ગઈ. યુવતીના અણધાર્યા આગમનથી યુવકના પરિવારજનો ચોંકી ગયા હતા. પરંતું બાદમાં તેણે ઘરમાં બધી વાત કરતા તેઓએ યુવતીના પરિવારજનોને જાણ કરી હતી.

You cannot copy content of this page