Only Gujarat

Gujarat TOP STORIES

કેશુભાઈ પટેલનું નિધન, મહેશ-નરેશ કનોડિયા બાદ ગુજરાતે વધુ એક નેતા ગુમાવ્યા

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની આજે અચાનક તબિયત બગડતાં તેમનું 92 વર્ષે નિધન થયું હતું. આ સમાચાર આવતાં જ સમાજના લોકોમાં આઘાત લાગ્યો હતો. નોંધનીય છે કે, 10 દિવસ પહેલાં પણ કેશુભાઈ પટેલની તબિયત બગડતાં તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં જોકે બે દિવસથી તેમની તબિયતમાં સુધારો થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.

જનસંઘના પાયાના કાર્યકર અને ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઇ પટેલની આજે અચાનક તબિયત બગતાં તેમનું નિધન થયું હતું. આ સાચાર મળતાં જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. નોંધનીય છે કે, એક જ અઠવાડિયામાં મહેશ અને નરેશ કનોડિયાનું નિધન થયું હતું.

બાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. કેશુબાપાએ જાહેર અને રાજકીય જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈ મુખ્યમંત્રી પદ સુધી પહોંચવા માટે અનેક સંઘર્ષનો સામનો કર્યો હતો.

ગુજરાતમાં 1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારે પ્રથમ પ્રદેશ પ્રમુખ તરીકે કેશુભાઈ પટેલ હતા. જ્યારે ગુજરાતમાં ભાજપ અને જનતા મો૨ચાની મિશ્ર સ૨કા૨માં કેશુભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી પદ સંભાળ્યુ હતું. ત્યાર બાદ 1995માં કેશુભાઈ પટેલ ભાજપ શાસનના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.

નોંધનીય છે કે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કેટલાક દિવસથી ફેફસાં અને હૃદયની પણ તકલિફ થઈ હતી જેને લઈને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં.

You cannot copy content of this page