Only Gujarat

Sports

દારૂ પીને કાર ચલાવવાનો આવ્યો એવો ખૌફનાક અંજામ કે તમે આવું કરવાની હિંમત નહીં કરો શકો!

એક વ્યક્તિ પોતાની કારમાં બીયર પીતા-પીતા ફેસબુક લાઈવ કરી રહ્યો હતો, જેની થોડીવાર બાદ અકસ્માત થયો હતો. ફેસબુક લાઈવમાં ડ્રાઈવર કહી રહ્યો હતો, ‘હું પીધા બાદ વધારે સારું ડ્રાઈવ કરું છું.’

ડેઇલી મેલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, કાર ચલાવતા સમયે ફેસબુક પર વીડિયો પોસ્ટ કર્યાના છ જ મિનિટ પછી આ અકસ્માત થયો હતો. કાર એક પીકઅપ વાન સાથે અથડાઈ હતી. કારમાં સવાર યુવકની પ્રેમિકા સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

અકસ્માત સમયે કાર ચલાવનાર વ્યક્તિ કમિલો મોરેજોન છે. આ ઘટના રવિવારે અમેરિકાના ટેક્સાસમાં બની છે. કેમિલો 47 વર્ષનો છે. તે હોન્ડા કંપનીની કાર ચલાવી રહ્યો હતો.

કહેવાય છે કે આ ઘટનામાં કાર જે પિકઅપ ટ્રક સાથે અથડાઈ હતી, તેના ડ્રાઈવરને પણ ગંભીર ઈજા થઈ છે. તો, કારના ચાલક કેમિલો પર દારૂ પીને તેની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

જોકે, અકસ્માત દરમિયાન કમિલો પોતે પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. અત્યારે તેની સારવાર પણ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. તપાસકર્તાઓનું કહેવું છે કે દારૂ વેચવાનો સમય પુરો થયા બાદ શું કોઈ બાર દ્વારા આ દંપતીને બિયર વેચવામાં આવી હતી કે કેમ?

You cannot copy content of this page