Only Gujarat

Sports

પત્નીની મંજૂરી લઈ ક્રિકેટરે 66 વર્ષની ઉંમરે કર્યાં હતાં બીજા લગ્ન, જુઓ તસવીરો

એક એવો ભારતીય ક્રિકેટર છે જેમણે માત્ર બીજી વાર લગ્ન જ નથી કર્યા પરંતુ 66 વર્ષની ઉંમરે લગ્ન કર્યાં અને એ પણ 28 વર્ષ નાની મહિલા સાથે. 66 વર્ષની ઉંમરે લગ્ન કરનાર આ ક્રિકેટરનું નામ છે અરુણ લાલ. ગયા વર્ષે જ અરુણ લાલે પોતાનાથી 28 વર્ષ નાની છોકરી બુલબુલ સાહાને પોતાની લાઈફ પાર્ટનર બનાવી હતી.

2022માં કોલકાતામાં 28 વર્ષ નાની શિક્ષક બુલબુલ સાહા સાથે ક્રિકેટર અરુણ લાલે લગ્ન કર્યા હતા. રિપોર્ટ્સ અનુસાર અરુણ અને બુલબુલ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બુલબુલ સાહાએ પોતાના ફેસબુક પેજ પરથી લગ્નની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાંથી એક તસવીર સૌથી વધુ વાયરલ થઈ છે. વાયરલ તસવીરમાં અરુણ લાલ તેની બીજી પત્ની બુલબુલ સાહાને કિસ કરતો જોવા મળ્યો હતો.

બુલબુલ સાહા સાથે લગ્ન કરવા માટે અરુણ લાલે તેની પત્ની રીના પાસેથી મંજૂરી પણ લીધી હતી. મિડમાં છપાયેલા અહેવાલ મુજબ, રીના અને અરુણના છૂટાછેડા ઘણા સમય પહેલા થયા હતા. પણ રીના બીમાર હતી અને અરુણ તેની સંભાળ રાખતો હતો. એવું કહેવામા આવ્યું હતું કે બુલબુલ સાથે લગ્ન કર્યા બાદ બંને એકસાથે રીનાનું ધ્યાન રાખશે.

કોલકાતાની એક શાળામાં બુલબુલ સાહા શિક્ષિકા તરીકે ભણાવે છે. અરુણ લાલે 2 જુલાઈ 2022 ના રોજ સ્વાસ્થ્ય અને અંગત કારણોને ટાંકીને બંગાળ રણજી ટીમના કોચ પદ પરથી રાજીનામું આપ્યું હતું. રિપોર્ટ્સમાં કહેવાયું હતું કે અરુણે બુલબુલ સાથે હનીમૂન પર જવા માટે બંગાળ રણજી ટીમમાંથી રાજીનામું આપ્યું હતું.

BollywoodShaadis.comને આપેલા ઈન્ટરવ્યુમાં બુલબુલ સાહાએ તેની અને અરુણની લવ સ્ટોરી વિશે જણાવ્યું હતું. બુલબુલે કહ્યું હતું કે આ પહેલી નજરનો પ્રેમ નહોતો. અમે કોમન ફ્રેન્ડ્સ દ્વારા પાર્ટીમાં મળ્યા હતા. અહીંથી અમારી વાતચીત શરૂ થઈ. પછી મિત્રતા થઈ અને મિત્રતા જલ્દી પ્રેમમાં બદલાઈ ગઈ હતી.

બુલબુલ સાહાએ કહ્યું હતું કે, “આ પહેલી નજરનો પ્રેમ નહોતો, પરંતુ અમે ઝડપથી એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. અરુણ ખૂબ જ દયાળુ વ્યક્તિ છે.” તેણે કહ્યું કે અરુણ લાલ ગરીબ લોકોને જોઈ શકતા નથી અને પૈસા વહેંચવાનું શરૂ કરી દે છે. એટલું જ નહીં અરુણ લાલે અત્યાર સુધી લગભગ 5000 વૃક્ષો પણ વાવ્યા છે. અરુણ લાલના આ સદગુણોને કારણે જ બુલબુલને તેમના પ્રેમમાં પડી ગઇ હતી.

ભારત માટે 16 ટેસ્ટ મેચમાં 729 રન અરુણ લાલે બનાવ્યા છે. આ સાથે જ તેણે 13 વનડેમાં 122 રન બનાવ્યા છે. અરુણ લાલે 156 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 46.94ની એવરેજથી 10421 રન બનાવ્યા છે. તેણે 65 લિસ્ટ A મેચોમાં 28.90ની સરેરાશથી 1734 રન બનાવ્યા છે.

You cannot copy content of this page