Only Gujarat

Gujarat

ભાવનગરમાં શાહી ઠાઠમાં વરરાજાની નીકળી જાન, વરઘોડામાં નોટોનો થયો વરસાદ

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે આ લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે લોકો અવનવી રીત અપનાવી રહ્યાં છે. કોઈ લક્ઝરીસ કારમાં વરઘોડું નીકાળી રહ્યાં છે તો કોઈ વળી લગ્નને યાદગાર બનાવવા માટે હેલિકોપ્ટરમાં જાન લઈ જઈ રહ્યાં છે. ત્યારે ભાવનગર શહેરમાં રહેતા રમેશભાઈએ તેમના પુત્ર કુલદીપના લગ્ન કંઈક જૂદી જ રીતે યાદગાર બનાવ્યો છે. જેમાં વરરાજા મોઘીદાટ કારની વચ્ચે હાથી પર સવાર થયેલા જોવા મળ્યાં છે.

ભાવનગરમાં પાછળ 50 જેટલી લક્ઝરી કારનો કાફલો અને આગળ ‘રજવાડી ઠાઠ’માં હાથી પર બેસી વરરાજો પરણવા ગયો હતો. એક બાજુ ડીજેના સૂર અને બીજી બાજુ ચલણી નોટનાં બંડલ ઊડ્યાં હતાં. વરરાજાની એન્ટ્રી જોઈ લોકો દંગ થઈ ગયા હતા.

વરરાજા કુલદીપ લક્ઝરી કારના કાફલા સાથે રજવાડી ઠાઠ સાથે હાથી પર બેસી લગ્ન કરવા નીકળ્યા હતા જેનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લગ્નની જાનના વરઘોડામાં 50 જેટલી લક્ઝરીસ કારના કાફલા આગળ હાથી પર સવાર થઈને વરરાજા લગ્નન કરવા જતા નજરે ચડ્યાં છે, જે માહોલનો વર્ણન સાંભળી તમને પણ કહેશો કે, અદ્ભૂત.

આ લગ્નના વરઘોડામાં મોઘીદાટ કારનો કાફલો જોવા મળી રહ્યો છે જેમાં આ કારના કાફલાની સૌથી આગળ હાથી પર વરરાજા રાજાની જેમ સવાર થઈ જઈ રહ્યાં છે. જે વરઘોડામાં જોરદાર ડીજે પણ વાંગી રહ્યો છે. સાથો સાથ વરરાજા હાથીની સવારી પરથી નોટો ઉડાવતા પણ નજરે ચડ્યાં છે. જે જોઈ લોકો વિચારમગ્ન બની ગયા હતા.

ભાવનગર શહેરમાં રેલવે સ્ટેશન પાસે રહેતા રમેશભાઈ હાવલિયાના પુત્ર કુલદીપના લગ્નનું આયોજન હતું. કુલદીપના લગ્ન બોટાદ જિલ્લાના ગઢડામાં રહેતા યોગેશભાઈ વળોદરાની પુત્રી વૈશાલી સાથે થયા છે. જ્યાં વરરાજા હાથીની અંબાડી પર બેસીને વરઘોડા કાઠી પરણવા પહોંચ્યા હતા.

વરરાજા હાથીની અંબાડીમાં અને તેની પાછળ 50 જેટલી લક્ઝ્યુરિયસ કારના કાફલા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો તેમજ વરરાજા હાથી પર સવાર થઈને પરણવા પણ પહોંચ્યો હતો. જેની સાથે જાનૈયાઓ પણ જોડાયા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, વરરાજાને હાથી પર સવાર થઈને તેમજ લક્ઝરી કારના કાફલાને જોવા ગામના લોકો ઊમટી પડ્યા હતા.

જે આકર્ષણનુ કેન્દ્ર બન્યું છે. જેમાં વરરાજા અને જાનૈયાએ પૈસાની નોટનો ભરપૂર વરસાદ વરસાવ્યો હોય તેવા પણ દર્શ્યો જોવા મળ્યા હતા. જે સમગ્ર બાબત જોવા માટે લોકોના ટોળે ટાળા ઉમટી પડ્યા હતાં.

You cannot copy content of this page