Only Gujarat

Sports

આ છે ક્રિકેટર ઝહીર ખાનનું લક્ઝૂરિયસ ઘર, ચાલો કોરોનાકાળમાં ઘરમાં મારી આવીએ એક લટાર

મુંબઈઃ એક્ટ્રેસ સાગરિકા ઘાટગેને ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’ને કારણે ઓળખવામાં આવે છે. ફિલ્મમાં તેણે પ્રીતિ સબરવાલનો રોલ કર્યો હતો. સાગરિકાએ નવેમ્બર 2017માં ક્રિકેટર ઝહીર ખાન સાથે લગ્ન કર્યા હતા. બંને મુંબઈમાં પોતાના વૈભવી ઘરમાં રહે છે. લૉકડાઉન દરમિયાન સાગરિકા અને ઝહીર ખાને પોતાના ઘરેથી સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી હતી. આ જ દરમિયાન અમે તમારી સમક્ષ સેલિબ્રિટી કપલના ઘરની ઈનસાઈડ તસવીરો દેખાડી રહ્યાં છીએ.

ઘરનું ઈન્ટિરિયર સાગરિકા અને તેની બહેન નંદિતાએ મળીને કર્યું છે. સાગરિકા અને ઝહીર ખાનના ઘરના લિવિંગ એરિયામાં સફેદ રંગની દિવાલો સાથે મેચિંગ સોફા રાખવામાં આવ્યા છે. ઘરમાં બ્રાઈટની અપેક્ષાએ સફેદ અને લાઈટ રંગને પ્રાથમિકતા આપવામાં આવી છે.

સાગરિકાએ શેર કરેલી ઘરની એક તસવીરમાં તે સોફા પર બેસીને પુસ્તક વાંચી રહી હોવાનું જોવા મળ્યું હતું. સોફાની બાજુમાં એક ટેબલ અને સાથે સુંદર પેન્ટિંગ પણ જોવા મળી હતી.

સાગરિકા એક શાહી પરિવારમાંથી આવે છે. તેમના પિતાનું નામ વિજયસિન ઘાટગે છે. સાગરિકાના દાદી સીતા રાજે ઘાટગે ઈન્દોરના મહારાજા તુકોજીરાવ હોલ્કર તૃતીયના દીકરી હતા. સાગરિકા નેશનલ લેવલની હોકી પ્લેયર રહી ચૂકી છે.

8 વર્ષની વયે સાગરિકા મહારાષ્ટ્રના કોલ્હાપુરથી અજમેર (રાજસ્થાન) શિફ્ટ થઈ હતી. અહીં તેણે માયો કોલેજ ગર્લ્સ સ્કૂલથી અભ્યાસ કર્યો. અભ્યાસ દરમિયાન તેને જાહેરાતમાં કામ કરવાની ઓફરો મળી હતી પરંતુ તેના પિતાએ તેમને ફગાવી દીધી હતી.

સાગરિકા અને ઝહીર ખાનનો સંબંધ ત્યારે સામે આવ્યો જ્યારે તેઓ બંને સાથે યુવરાજ સિંહ અને હેઝલ કીચના રિસેપ્શનમાં પહોંચ્યા હતા. બંનેની લવ સ્ટોરીની વાત કરીએ તો તેમની મુલાકાત એક કોમન ફ્રેન્ડ થકી શરૂ થઈ હતી.

એક ઈન્ટરવ્યૂ દરમિયાન સાગરિકાએ કહ્યું હતું કે,‘હું અને ઝહીર અમારા મિત્ર રિત્વિક થકી મળ્યા હતા. હું જ્યારે રિત્વિકને મળતી તો તે કહેતો કે ઝહીર એક સારો છોકરો છે.’ 2017માં બંનેએ સિક્રેટલી લગ્ન કર્યા હતા. તાજેતરમાં જ એવા અહેવાલ સામે આવ્યા હતા કે, સાગરિકા પ્રેગ્નન્ટ છે. જોકે હજુસુધી કપલે તેની પૃષ્ટિ કરી નથી.

You cannot copy content of this page