Only Gujarat

Sports

ક્રિકેટર મેક્સવેલની પત્ની વિનીનું દેશી સ્ટાઈલમાં યોજાયું શ્રીમંત, જુઓ તસવીરો

ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન ગ્લેન મેક્સવેલ પિતા બનવા જઈ રહ્યો છે. આગામી થોડા મહિનામાં તેના ઘરે બાળકનું આગમન થશે. આજે મેક્સવેલની ભારતીય પત્ની વિની રમનનું શ્રીમંત યોજાયું હતું.

ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી

ગ્લેન મેક્સવેલ અને વિની રમને 27 માર્ચ 2022ના રોજ હિંદુ અને ખ્રિસ્તી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. મે 2023માં બન્નેએ પ્રેગનન્સીની જાહેરાત કરી હતી. વિની રમનની આજે ગોદભરાઈ યોજાઈ હતી અને વિનીએ તેની પરંપરાગત તમિલ બેબી શાવર સેરેમનીની ઝલક શેર કરી હતી.

વિની રમને શેર કરી તસવીરો

24 જુલાઇ 2023 ના રોજ વિની રમને તેના ઈન્સ્ટાગ્રામ પર તેના પરંપરાગત તમિલ બેબી શાવર સેરેમની ‘વલૈકપ્પુ’ માંથી કેટલીક તસવીરો પોસ્ટ કરી. ‘વલિકાપ્પુ’ એ તમિલનાડુમાં દક્ષિણ ભારતીય મહિલાઓ દ્વારા આયોજિત બેબી શાવર સેરેમની છે, જેમાં તેઓ ગર્ભવતી મહિલાને આશીર્વાદ આપે છે. અન્ય એક તસવીરમાં તે પીરોજ બ્લુ ટોનવાળી સિલ્ક સાડીમાં ખૂબસૂરત દેખાતી હતી, જેને તેણે પીચ સિલ્ક બ્લાઉઝ સાથે જોડી હતી.

મેક્સવેલ અને વિનીના ઘરે સપ્ટેમ્બર મહિનામાં બાળકનું આગમન થશે. અત્યારે વિનીને આઠમો મહિનો ચાલી રહ્યો છે અને તેની તબિયત સારી છે.

ખુશીના સમાચાર આપતાં વિનીએ લખ્યું કે ગ્લેન અને મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે સપ્ટેમ્બર 2023માં અમારું બાળક આવશે. અમારા માટે એ સ્વીકારવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ સફર સરળ નથી. અમે અમારો પ્રેમ અને શક્તિ અન્ય યુગલોને મોકલીએ છીએ જેઓ અશક્તિ અથવા ખોટ સાથે સંઘર્ષ કરી રહ્યાં છે.

કોણ છે વિની રમન

વિની રમન એક ફાર્માસિસ્ટ છે તેનો પરિવાર મૂળ તામિલનાડુના ચેન્નઈનો છે અને હાલ ઓસ્ટ્રેલિયામાં રહે છે. વિનીનો જન્મ પણ ઓસ્ટ્રેલિયામાં થયેલો છે જ્યાં તે ફાર્મસીનું ભણી છે અને ફાર્માસિસ્ટ તરીકે કામ કરી રહી છે. વિનીના પિતાનું નામ વેંકટ રમન અને માતાનું નામ વિજયાલક્ષ્મી છે.

You cannot copy content of this page