Only Gujarat

FEATURED Sports

ચહલને આવી ફિયાન્સીની યાદ તો તસવીર શેર કરી લખી દીધી આ વાત પછી….

દુબઈઃ ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલ હાલ યુનાઈટેડ અરબ અમીરાત (યુએઈ)માં પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. પરંતુ આ દરમિયાન તે પોતાની મંગેતરને ઘણું મિસ કરી રહ્યો છે. આ દરમિયાન ચહલે એક પોસ્ટ શેર કરી છે જેમાં તે પોતાના સ્મિતનું કારણ ધનશ્રીને ગણાવી રહ્યો છે.

ચહલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ધનશ્રી સાથેની એક જુની તસવીર શેર કરી છે, જેમાં બંને સીઢી પર બેઠા છે. આ તસવીર શેર કરતા ચહલે લખ્યું કે,‘આ એ સ્માઈલ છે જે તે મને આપી છે.’ આ સાથે તેણે લવ ઈમોજી પણ શેર કરી હતી.

ચહલે શેર કરેલી તસવીર પર મંગેતર ધનશ્રીએ પણ જવાબ આપ્યો છે. ધનશ્રી વર્માએ આ તસવીર પર જવાબ આપતા લખ્યું કે,‘યુ આર વેલકમ, હંમેશા હસતા રહો.’ ચહલને તસવીરને 7.82 લાખ કરતા વધુ લોકોએ લાઈક કરી છે. જ્યારે ધનશ્રીની કોમેન્ટને પણ ઘણા લોકોએ લાઈક કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ચહલ અને ધનશ્રીની સગાઈ ઓગસ્ટમાં જ થઈ હતી. ધનશ્રી એક ડૉક્ટર હોવાની સાથે કોરિયોગ્રાફર અને યૂટ્યુબર પણ છે. આ સાથે ધનશ્રી મુંબઈમાં પોતાની એક ડાન્સ એકેડમી પણ ચલાવે છે.

You cannot copy content of this page