Only Gujarat

FEATURED Sports

એક સમયે ટ્રક બેસીને મેચ રમવા જતો હાર્દિક પંડ્યા આજે ફરે છે કરોડોની કારમાં

અમદાવાદઃ ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા આજે સ્ટાર ક્રિકેટર છે અને કરોડોની કારમાં ફરે છે. હાલમાં જ હાર્દિક પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું નિધન થયું હતું. પિતાના મોત બાદ હાર્દિક ભાંગી પડ્યો હતો. પિતાને કારણે જ હાર્દિક આજે અહીંયા સુધી પહોંચી શક્યો છે. પંડ્યા આજે પણ પોતાનો સંઘર્ષ અને જૂના દિવસો ભૂલ્યો નથી. એક સમયે હાર્દિક ટ્રકમાં લોકલ મેચ રમવા જતો હતો.

હાર્દિકે સોશિયલ મીડિયામાં 2019માં એક તસવીર પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં હાર્દિકે પોતાના જૂના સમયને યાદ કર્યો હતો. હાર્દિક ટ્રકમાં બેસીને લોકલ મેચ રમવા જતો હોય છે. તસવીર શૅર કરીને પંડ્યાએ કહ્યું હતું કે તે સમયે તે ટ્રકમાં બેસીને જતો હતો. આ મુશ્કેલ દિવસોએ તેને ઘણું જ શીખવ્યું છે. આ સફર ઘણી જ યાદગાર છે, કારણ કે તેને સ્પોર્ટ્સ પસંદ છે.

એક ટંકનું ભોજન પણ મળતું નહોતું: ટીમ ઈન્ડિયામાં પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનને કારણે ચર્ચામાં આવેલા હાર્દિક પંડ્યાએ અહીંયા આવવા માટે ઘણો જ સંઘર્ષ કર્યો છે. પંડ્યાનું નાનપણ ગરીબીમાં પસાર થયું છે. પિતા પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હતા. ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. હાર્દિકનું ઘર પિતાના પગાર પર જ ચાલતું હતું. એક સમયે પિતા પાસે નોકરી પણ નહોતી. આવા સમયે ઘણીવાર બે ટંકનું ભોજન પણ મળતું નહોતું.

કિરણ મોરેએ ફી નહોતી લીધીઃ હાર્દિક પંડ્યા અભ્યાસમાં એવરેજ હતો. તે નવમા ધોરણમાં નાપાસ થયો હતો. ત્યારબાદ હાર્દિકે ક્રિકેટ પર ફોકસ કર્યું હતું. પૂર્વ ક્રિકેટર કિરણ મોરેએ પંડ્યાને પોતાની એકેડેમીમાં ટ્રેનિંગ આપી હતી. શરૂઆતના ત્રણ વર્ષ સુધી કોઈ ફી નહોતી લીધી.

આજે કરોડોની કારમાં ફરે છેઃ એક સમયે ટ્રકમાં ફરનારો હાર્દિક આજે લૅવિશ લાઈફ જીવે છે. પંડ્યાએ 2019માં લેમ્બોર્ગિની કાર ખરીદી હતી. આ કારની કિંમત ચાર કરોડથી વધારે હતી. હાર્દિક પંડ્યાને પિતાની જેમ જ કારનો ઘણો જ શોખ છે. તેની પાસે અનેક લક્ઝૂરિયસ કાર છે.

You cannot copy content of this page