Only Gujarat

Bollywood FEATURED

ફેફસાના કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે સંજય દત્ત, એકવાર ફરી હોસ્પિટલમાં દાખલ

મુંબઈઃ એડવાન્સ્ડ સ્ટેજમાં પહોંચી ચૂકેલા ફેફસાના કેન્સર સામે ઝઝૂમી રહેલાં 61 વર્ષના સંજય દત્ત ફરી એકવાર મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ થયાં છે. જોકે, કેટલાક જરૂરી ટેસ્ટ કરાવ્યા પછી તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હૉસ્પિટલના સૂત્રો મુજબ, ફેફસાના કેન્સર જેવી બીમારી સામે ઝઝૂમી રહેલાં સંજય રવિવાર સવારે મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ થયાં હતાં. બીમારી સાથે જોડાયેલાં તેમના અનેક ટેસ્ટ કરાવવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, સંજય કેન્સરની સારવાર કરાવવા માટે અમેરિકા જવા માગે છે.

કોકિલાબેન હૉસ્પિટલમાં ગયાં હતા સંજય
સંજય શનિવારે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલની બહાર સ્પૉટ થયાં હતા. આ દરમિયાન તેમની સાથે બહેન પ્રિયા દત્ત પણ હતી. આ વિશે લીલાવતી હૉસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, સંજય દત્તને જે રીતે એડવાન્સ્ડ સ્ટેજનું કેન્સર છે, તેના કેટલાક ટેસ્ટ માટે તે કોકિલાબેન હૉસ્પિટલમાં ગયાં હતા, જ્યારે તેમના કેટલાક ટેસ્ટ લીલાવતી હૉસ્પિટલમાં કરાવવામાં આવ્યા હતાં.

અઠવાડિયા પહેલાં શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી
અઠવાડિયા પહેલાં સંજય તેમની બહેન પ્રિયા અને એક ફ્રેન્ડ સાથે હૉસ્પિટલ ગયાં હતાં. જ્યાં તપાસમાં સામે આવ્યું કે તેમના જમણાં ફેફસામાંથી શ્વાસ આવતો નથી. સીટી સ્કેન દ્વારા જાણ થઈ કે તેમના જમણાં ફેફસામાં કેટલુંક ફ્લૂઇડ જામ્યું છે અને સાથે જ બંને લંગ્સમાં કેટલીક ઇજા જેવું પણ છે.

સંજય દત્તને જણાવવામાં આવ્યું કે, આ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન હોઈ શકે છે, ટીબી અથવા વધારે એક્સરસાઇટથી હર્ટ હોઈ શકે છે અથવા કેન્સર પણ હોઇ શકે છે. તેમના ફેફસામાંથી ફ્લૂઇડ બહાર કાઢવામાં આવ્યું જે લગભગ દોઢ લીટર હતું.

4 સ્ટેજનું લંગ કેન્સર
સંજય દત્તને કહેવામાં આવ્યું હતું કે તેમને પીઇટી સ્કેન કરાવવું પડશે. જ્યારે તેમનું પીઇટી સ્કેન પુરું થવા આવ્યું ત્યારે હિસ્ટોપૈથોલૉજી ડિપાર્ટમેન્ટને જાણ થઈ કે ફ્લૂઇડમાં કેન્સર સેલ્સ છે અને પછી પીઇટી સ્કેનમાં પણ કેન્સરની પુષ્ટિ થઈ. ઉલ્લેખની છે કે, સંજય દત્તને 4 સ્ટેજનું ફેફસાનું કેન્સર છે. સંજય દત્તના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ ‘સડક 2’માં જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, આદિત્ય રૉય કપૂર અને પૂજા ભટ્ટ લીડ રોલમાં છે. 28 ઑગસ્ટે ફિલ્મ ડિજની હૉટસ્ટાર પર રિલીઝ થશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page