Only Gujarat

Sports

MS ધોનીની લેટેસ્ટ કાર છે બહુ જ ખાસ, રિટાયરમેન્ટનાં દિવસે મળી ડિલીવરી

MS Dhoni (એમએસ ધોની) ને સ્વતંત્રતા દિવસ પર તેની નવી કારની ડિલિવરી મળી. ધોની કારો અને બાઇકનો શોખીન છે અને તેણે તેના ગેરેજની શોભામાં વધારો કરનારી કારમાં એક નવું નામ ઉમેર્યું છે. Pontiac Firebird Trans Am (પોંટિએક ફાયરબર્ડ ટ્રાંસ એમ) તે એક તેજસ્વી લાલ કાર છે જે 1970 ના દાયકાની છે, જેને હવે વિન્ટેજ માનવામાં આવે છે. ભારતીય રસ્તાઓ પર તેને જોવાનું દુર્લભ દ્રશ્ય છે.

ધોનીની પત્ની સાક્ષીએ રાંચીના ધોનીના ફાર્મહાઉસમાં ચાલી રહેલી આ જુની પોન્ટિયાકને બતાવવા માટે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેણે પોન્ટિયાક ફાયરબર્ડનો ફોટો અને વીડિયો પોસ્ટ કર્યો, જેમાં લખ્યું છે, ‘વેલકમ હોમ!’ તેણે એમ પણ લખ્યું છે કે, તે ધોનીને ખૂબ યાદ કરી રહી છે, કારણકે, ધોની આગામી આઈપીએલ સિરીઝમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમવા માટે ઘરેથી દૂર છે.

ધોનીએ જે Pontiac Firebirdને ખરીદી છે તે ડાબી બાજુની ડ્રાઇવ લાગી રહી છે. બે દરવાજાવાળી આ ક્લાસિક કારમાં એક મોટું V8 બીગ બ્લોક એન્જિન છે. તેમાં હર્સ્ટ શિફ્ટર સાથે 4-સ્પીડ Muncie ટ્રાન્સમિશન મળે છે.

રિપોર્ટમાં તેનો ખુલાસો થયો નથી કે ધોનીએ આ વિંટેજ ક્લાસિક ખરીદવા માટે કેટલા પૈસા ખર્ચ્યા હશે. પરંતુ તેની કિંમતનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે, આવી જ એક પોન્ટિયાક ફાયરબર્ડ ટ્રાન્સ એમ ક્લાસિક કારને તાજેતરમાં મુંબઇમાં હરાજીમાં 68.31 લાખ રૂપિયામાં વેચવામાં આવી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં હરાજી કરવામાં આવેલી કાર જેવી જ ધોનીની નવી કાર છે.

પોન્ટિઆકે સૌ પ્રથમ 1967 માં ફાયરબર્ડ સિરીઝમાં પ્રવેશ કર્યો હતો. આ કારની સાથે કંપનીએ અમેરિકન માર્કેટમાં હાજર Ford Mustang (ફોર્ડ મસ્ટેગ) અને Mercury Cougar(મરક્યુરી કુગર) જેવી કારોને ટક્કર આપી છે.

નવી પોન્ટીયાક ફાયરબર્ડ ટ્રાન્સ અમ ઉપરાંત, ધોની પાસે પહેલેથી જ એક કરતા એક ચઢિયાતી કારનો સંગ્રહ છે. ધોની 6.2-લિટર V8 એન્જિનવાળી Grand Cherokee Trackhawk (ગ્રાન્ડ ચેરોકી ટ્રેકહોક) ની પહેલો અને એકમાત્ર માલિક છે.

તેની પાસે Nissan 4W73(નિસાન 4W73)કાર પણ છે, જે Jonga 1 Ton (જોંગા 1 ટન) તરીકે ઓળખાય છે. આ સિવાય ધોની Hummer H2, Rolls-Royce Silver Shadow Series 1, ફર્સ્ટ જનરેશન Audi Q7, Mercedes-Benz GLE, Land Rover Freelander 2અને Mitsubishi Pajero SFX ની પણ માલિકી ધરાવે છે.

કારો સિવાય ધોની તેના ટૂ-વ્હીલર્સના મોટા સંગ્રહ માટે પણ જાણીતા છે. ધોનીના બાઇક સંગ્રહમાં Confederate X132 Hellcat (કન્ફેડરેટ X132 હેલકેટ) પણ શામેલ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page