Only Gujarat

FEATURED Sports

ક્રિકેટર રોહિત શર્મા આ હોટ એક્ટ્રેસના પ્રેમના નશામાં હતો પાગલ, હોટલમાં માણતા એકાંત!

મુંબઈઃ ‘બિગ બોસ’ની પૂર્વ સ્પર્ધક સોફિયા હયાત હંમેશાં વિવાદમાં રહેવા માટે જાણીતી છે. તે ક્યારેક ન્યૂડ ફોટોશૂટ તો ક્યારેય પતિને કારણે ચર્ચામાં રહે છે. સોફિયાએ પતિ પર જાનથી મારી નાખવાનો આક્ષેપ મૂક્યો હતો. હાલમાં જ સોફિયાએ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. લંડનમાં જન્મેલી સોફિયા ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે એમ કહ્યું હતું કે તે ક્રિકેટર રોહિત શર્માને ડેટ કરી હતી. 

2012માં સોફિયાએ એક ટ્વીટ કરીને સનસનાટી ફેલાવી દીધી હતી. આ ટ્વીટમાં સોફિયાએ દાવો કર્યો હતો કે તે રોહિત શર્માને ડેટ કરતી હતી સોફિયાએ એમ પણ કહ્યું હતું કે રોહિત શર્માને તે લંડનની એક હોટલમાં મળી હતી અને અહીંયા ક્રિકેટરે તેને કિસ કરીને ડાન્સ કર્યો હતો. 

સોફિયાએ આગળ કહ્યું હતું કે રોહિત શર્મા તેની પર ફિદા હતા. સૂત્રોના મતે, બંને વચ્ચે ગાઢ સંબંધો હતો. બંનએ ખાસ્સો એવો સમય સાથે પસાર કર્યો હતો. સોફિયાએ સંબંધો તૂટવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે એકવાર મિત્રોની વચ્ચે રોહિતે તેને તેની ચાહક કહીને ઈન્ટ્રોડ્યૂસ કરાવી હતી. આ વાતને કારણે તે ભાંગી પડી હતી અને તેમની વચ્ચે ડિસ્ટન્સ આવી ગયું હતું. 

સોફિયાના જણાવ્યા પ્રમાણે, તેમના સંબંધો ત્યારે તૂટ્યા જ્યારે રોહિતે એવું કહ્યું હતું કે તેની અને સોફિયા વચ્ચે કોઈ સંબંધ નથી. આ વાત જાણ્યા બાદ તેણે રોહિત સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. જોકે, રોહિત શર્માએ ક્યારેય આ સંબંધો અંગે કંઈ જ કહ્યું નથી. 

ઉલ્લેખનીય છે કે સોફિયાએ પોતાના પૂર્વ પતિ પર ગંભીર આક્ષેપો મૂક્યા હતા. તેણે કહ્યું હતું કે તેના પતિએ તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. સોફિયાનો પતિ વ્લાદ સ્ટેન્શ્યૂ તેને મારી નાખવા માગતો હતો અને તેથી જ તેણે તેને ઘરની બહાર કાઢી મૂક્યો હતો.

You cannot copy content of this page