Only Gujarat

FEATURED National

બેંકમાં નોકરી ન મળી તો પિતા-પુત્રએ જે કારસ્તાન કર્યું તે જાણી તમને નવાઈ લાગશે

તમે અત્યાર સુધી નકલી કંપની કે નકલી દુકાન વિશે તો સાંભળ્યું જ હશે પરંતુ શું તમે સપને પણ વિચાર્યું હતું કે આખી બેંકની નકલી બ્રાંચ હોઇ શકે ? નહીં ને, આવી જ એક અનોખી ઘટના તામિલનાડુમાં સામે આવી છે. તામિલનાડુમાં લોકડાઉનનો ફાયદો ઉઠાવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની નકલી બ્રાંચ ખોલવાના આરોપમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં પિતા-પુત્રનો પણ સમાવેશ થાય છે.

તમિલનાડુના કડલોર જિલ્લામાં પનરુત્તીમાં સ્ટેટ બેંકના એક પૂર્વ કર્મચારીએ પોતાના પુત્ર સાથે મળી ષડયંત્ર રચ્યું અને સ્ટેટ બેંકની જ નકલી બ્રાંચ ખોલી લીધી. એટલું જ નહીં સ્ટેટ બેંકના અસલી શાખા પ્રબંધક જ્યારે ત્યાં પહોંચ્યા તો તેઓ પણ નકલી બ્રાંચનું સેટપ જોઇને થોડીવાર વિચારતા રહી ગયા કારણ કે નકલી બ્રાંચની વ્યવસ્થા એકદમ અસલી જેવી જ હતી.

આ નકલી બ્રાંચને પણ પિતા-પુત્રએ બેંકની અસલી બ્રાંચ જેવી જ બનાવી રાખી હતી. એ નકલી બેંક શાખાની પોલ ત્યારે ખુલી જ્યારે સ્ટેટ બેંકના એક ગ્રાહકે આ બ્રાંચ વિશે નોર્થ બજારની બ્રાંચમાં પુછપરછ કરી. ગ્રાહક દ્વારા કરવામાં આવેલી પુછપરછ બાદ બેંક અધિકારીના પગ નીચેથી જમીન ખસી ગઇ અને તેઓ બ્રાંચની તપાસ કરવા ખુદ દોડી ગયા.

જ્યારે અધિકારી નકલી બ્રાંચ પહોંચ્યા તો હેરાન રહી ગયા કારણ કે ત્યાં બધુ જ અસલી બ્રાંચ જેવું જ લાગી રહ્યું હતું. બેંકના પૂર્વ કર્મચારીએ પોતાના પુત્ર સાથે મળી આ કામને અંજામ આપ્યો હતો. રિપોર્ટ પ્રમાણે કમલ પોતાના પિતાના કામથી સતત બેંક આવતો-જતો રહેતો આથી તેને બેંકના તમામ કામ અંગે સારી એવી જાણકારી હતી.

જ્યારે કમલને નોકરી ન મળી તો તેણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની નકલી બ્રાંચ ખોલી લીધી. બંને પિતા-પુત્ર વિરુદ્ધ પોલીસે આઇપીસીની ધારા 473, 469, 484, 109 અંતર્ગત કેસ દાખલ કરી જેલ મોકલી દીધા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page