Only Gujarat

Religion

સૂર્ય અને શનિના ‘સમસપ્તક યોગ’થી આ 6 રાશિના જાતકોને થશે જબરદસ્ત લાભ

જ્યોતિષઃ જ્યોતિષ શાસ્ત્ર મુજબ, સૂર્ય જે રાશિમાં ઉચ્ચ ફળ આપે છે, તે રાશિમાં શનિ નીચ થઈ જાય છે. એવામાં જે રાશિમાં શનિ ઉચ્ચ ફળ આપે છે, તે રાશિમાં સૂર્ય નીચ થઈ જાય છે. સૂર્ય પિતા અને શનિ પુત્રનો સંબંધ એક-બીજાના વિપરીત કાર્ય કરે છે. 16 જુલાઈએ સૂર્ય કર્ક રાશિમાં આવી રહ્યો છે, જેમાં તે એક મહિના સુધી રહેશે. તો શનિ મકર રાશિમાં હશે અર્થાત બંને ગ્રહ એક-બીજાથી સાતમાં ઘરે હશે. જ્યારે બંને ગ્રહ એક-બીજાના સાતમાં ઘરમાં હોય ત્યારે તે ગ્રહો વચ્ચે ‘સમસપ્તક યોગ’ બને છે. જ્યારે ‘સમસપ્તક યોગ’ બને ત્યારે રાશિઓ પર શુભ-અશુભ પરિણામ જોવા મળે છે. સૂર્ય અને શનિ વચ્ચે બની રહેલાં આ ‘સમસપ્તક યોગ’થી અનેક રાશિઓને લાભ થશે અને અનેક રાશિઓને નુકસાન પણ થશે. કઈ રાશિના જાતકોને લાભ થશે તેના વિશે જણાવીએ.

મેષઃ શુભ સમાચાર મળશે
‘સમસપ્તક યોગ’ મેષ રાશિના જાતકો માટે ફળદાયી રહેશે. જે જાતકો નવી નોકરી શોધી રહ્યા છે, તેમને સારી નોકરી મળવાનો યોગ છે. ભાઈ-બહેનથી વધારે ફાયદો થશે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં નવી ઉપલબ્ધિ હાંસલ થશે. સંતાન તરફથી શુભ સમાચાર સાંભળવા મળી શકે છે, સાથે જ ધર્મ-કર્મના કાર્યમાં તમારી રૂચી વધશે. નોકરી અને વ્યવસાયમાં એકાગ્રતા સાથે કામ કરશો તો અનેક લાભ થશે. શેર બજારમાં પણ ખૂબ જ લાભ થશે.

વૃષભઃ દરેક ક્ષેત્રમાં સફળતા મળશે
સૂર્ય અને શનિના યોગથી વૃષભ રાશિના જાતકોને લાભ થશે. કાર્યક્ષેત્રમાં તમારા મુજબ કોઈ બદલાવ થશે નહીં. અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે છે. આવકનાં નવાં સ્ત્રોત પ્રાપ્ત થશે, જેનાથી આર્થિક સંતુલન બની રહેશે. દેવાની સમસ્યા ધીરે-ધીરે દૂર થઈ થશે. પરિવારના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશે. સાથે જ કોર્ટ-કચેરીની બાબતે તમને શુભ સમાચાર સાંભળવા મળી શકે છે.

કન્યાઃ સાસરી પક્ષથી લાભ થશે
આવનારો મહિનો કન્યા રાશિના જાતકો માટે લાભકારી છે. વેપારમાં બઢોતરી માટે આ સમય શુભ છે, ધનનો સંચય કરવામાં સફળ થશો. જો શેર બજારમાં રોકાણ કર્યું છે તો આ સમય તમારા માટે ધનનો માર્ગ ખોલશે. સાસરી પક્ષ તરફથી પણ લાભ થશે. ઘરમાં કોઈ નવું સભ્ય આવશે, જેનાથી તમારા ઘરનો માહોલ ખુશખુશાલ રહેશે.

તુલાઃ નવા વિચાર તમારા મગજમાં આવશે
તુલા રાશિના જાતકોની કામ કરવાની રીત બદલાશે, જેનાથી માન-સન્માન મળશે. સમજદારીથી વેપાર કરવાથી લાભ થશે. જોકે, તુલા રાશિના જાતકોએ ધનની આપ-લેથી બચવું. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે, સાથે જ સરકારની યોજનાઓનો પણ ફાયદો મળી શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે. કાર્યક્ષેત્ર માટે નવા-નવા વિચાર જાતકોના મગજમાં આવશે, જેનાથી લાભ થશે.

વૃશ્ચિકઃ મોટા ભાઈ પાસેથી લાભ થશે
વૃશ્ચિક રાશિના જાતકો વિદેશમાં વેપાર કરે છે, તો તેમના માટે આ સમય વરદાન સમાન છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે, સાથે જ મોટા ભાઈ તરફથી લાભ પણ થશે. સામાજિક જીવનમાં સારું પ્રદર્શન કરશો અને મિત્રોનો સાથ જાતકો માટે ફળદાયક રહેશે. જમીન અને વાહન ખરીદવાનો સંયોગ બની રહ્યો છે. તમારી ઉર્જાના કાર્યક્ષેત્રમાં સાચો ઉપયોગ કરવો, જેનાથી માત્ર જાતકોને લાભ થશે પણ અનેક લોકોની મદદ પણ કરી શકશો.

કુંભઃ અટકાયેલા કામ પૂરા થશે
સૂર્ય અને શનિના ‘સમસપ્તક યોગ’થી કુંભ રાશિના જાતકોનો આર્થિક પક્ષ મજબૂત થશે. અટકાયેલા કામ પૂરા થશે અને નોકરી કરનારા જાતકોને કાર્યક્ષેત્રમાં લાભ થશે. આ દરમિયાન જાતકોને સકારાત્મક બદલાવ જોવા મળશે, સાથે જ સ્વાસ્થ્યમાં પણ સુધારો આવશે. નવા કારોબાર શરૂ કરવા માટે આ સમય શુભ છે, ભાગ્યનો સાથ મળશે. રમત-ગમત સાથે જોડાયેલા જાતકોને સન્માન મળશે. સાથે જ ધનમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page