Only Gujarat

National

ખોદકામ દરમિયાન ખજાનાથી ભરેલો ઘડો મળ્યો પછી જે થયું તે જાણી ચોંકી જશો

ક્યારેક ક્યારે ખોદકામ દરમિયાન કંઇક એવું મળી જાય છે જે જોઇને બધા હેરાન રહી જાય. આવી જ એક ઘટના સામે આવી છે ઝારખંડના પલામુ જિલ્લામાં જ્યાં ખોદકામ દરમિયાન એક ઘડામાંથી ચાંદીના એટલા સિક્કા મળ્યા કે બધા જોતા જ રહી ગયા.

પલામૂ સ્થિત પાંકીના નોડીહા ગામમાં આ ખજાનો મળ્યો છે. અહીં શનિવાર 11 જુલાઇએ બપોરે અંદાજે 3 વાગ્યે જમીનમાંથી સમતલીકરણ દરમિયાન સિક્કાથી ભરેલો ધાતુનો ઘડો મળ્યો છે. જે મુઘડકાળનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સૂચના મળ્યા બાદ પાંકી પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને ઘડા તથા સિક્કાને જપ્ત કરી લીધા.

કહેવામાં આવી રહ્યું છે કે ઘડામાં 500-600 જેટલા ચાંદીના સિક્કા હતા. જો કે તંત્ર તરફથી ચોક્કાસ આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. ઘડો મળ્યા બાદ સિક્કા કાઢી લેવામાં આવ્યા. પોલીસે એવું પણ જણાવ્યું કે ગામના કોઇપણ વ્યક્તિએ ઘડામાંથી સિક્કા કાઢ્યા નથી.

તો સમગ્ર વિસ્તારમાં આ ઘટના કુતુહલનો વિષય બની છે. ગામજનોએ જણાવ્યું કે ઘડો ઘણા સમયસુધી ખેતરમાં પડ્યો રહ્યો. આ દરમિયાન વરસાદ થયો તો ઘડાની માટી ઓગળી ગઇ અને તે સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યો. ગામના ઘણા લોકોએ ઘડાને જોયો પરંતુ ભૂત પ્રેત લાગવાના ભયથી ઘડાને કોઇએ ટચ પણ કર્યો નહીં.

ગ્રામજનોએ એક દિવસ સહમતિ બનાવી ઘડો ખોલ્યો તો તેમાંથી ચાંદીના અનેક સિક્કા મળ્યા. કેટલાક લોકોએ જણાવ્યું કે આ ઘડો કેટલાક લોકો પોતાના ઘરે પણ લઇ ગયા.

ત્યાર બાદ જ્યારે પોલીસને સૂચના આપવામાં આવી અને પોલીસે ઘડો જપ્ત કર્યો. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page