Only Gujarat

FEATURED International

અચાનક થયો બ્લાસ્ટ ને ભડભડ સળગી ઉઠ્યું અમેરિકાનું શક્તિશાળી યુદ્ધપોત

અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થિત નેવલ બેસ સૈન ડિએગોમાં અમેરિકન નૌસેનાના જહાજમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી ગઇ. આગની ઝપેટમાં આવી 21 લોકો ઘાયલ થઇ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે યુદ્ધપોતમાં મેન્ટેનન્સ વર્ક ચાલી રહ્યું હતું એ દરમિયાન અચાનક બ્લાસ્ટ થઇ ગયો. બ્લાસ્ટ બાદ યુએસએસ બોનહોમે રિચર્ડ જહાજમાં આગ લાગી ગઇ. આગ એટલી ભયાનક હતી કે સમગ્ર સેન ડિએગો શહેરમાં ધૂમાડાના ગોટે ગોટા છવાઇ ગયા.

આગ પર કાબુ મેળવવા માટે વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો. ત્યારબાજ જહાજના મોટા ભાગમાં ધૂમાડો નીકળી રહ્યો હતો. જોત જોતામાં આ ધૂમાડો સમગ્ર શહેરમાં ફેલાઇ ગયો.

કહેવામાં આવી રહ્યું છે કે દૂર્ઘટનામાં જહાજ પર 200 નાવિક મોજુદ હતા. જેમાંથી 21 ઘાયલ પણ થઇ ગયા. દૂર્ઘટના બાદ તુરંત તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા.

આગને જોતા સેન ડિએગો હાર્બર પોલીસ વિભાગના કર્મચારીઓ પણ નોર્વે જહાજમાં લાગેલી આગ કાબૂમાં લેવા માટે દોડી આવ્યા હતા.

નવલ બેસના મિલિટરી ઓફિસરે જણાવ્યું કે રવિવાર 12 જુલાઇએ થયેલી આ દૂર્ઘટનામાં 21 લોકો ઘાયલ થયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે આગ સવારે અંદાજે 8.30 વાગ્યે લાગી. આગ લાગવાનું કારણ હજુ પણ બહાર આવ્યું નથી.

આ આગની ઝપેટમાં 17 નાવિક અને ચાર અન્ય નાગરિક આવી ગયા. જો કે કોઇને ગંભીર ઇજા થઇ નથી. તમામ ખતરાથી બહાર છે.

આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. આગ લાગ્યા બાદ સમગ્ર શહેરમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યાં હતા.

આગ એટલી ભયાનક હતી કે મોટી સંખ્યામાં ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જેઓએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જહાજમાં ફંસાયેલા નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

આગ ફ્યૂલ, ઇલેક્ટ્રિક અથવા અન્ય કારણોના લીધે ફેલાઇ ન હતી. જહાજમાં સ્થિત પેપર, કપડા અને અન્ય સામાનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

જહાજ પર એક મિલિયન ગેલન જેટલું ઇંધણ પણ હતું જો કે સદનસીબે તે કોઇ ગરમ વસ્તુના સંપર્કમાં આવ્યું ન હતું.

તો કહેવામાં આવી રહ્યું છે કે એર પ્રેશરમાં બદલાવને કારણે જહાજ પર બ્લાસ્ટ થયો અને પછી આગ લાગી ગઇ.

આ જહાજ 23 વર્ષ જુનુ છે જેના પર હેલિકોપ્ટર્સ ઉડાન ભરી અને ઉતરી શકે છે. આ જહાજ પર અન્ય બોટ્સ પર તહેનાત રહે છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ ખુબ જ જુનું છે. જો આગ એન્જીન અથવા મસીનરી સુધી પહોંચી હોત તો મોટું નુકશાન થયું હોત.

જે સમયે આ દુર્ઘટના થઇ ત્યારે પોત પર બે યુદ્ધપોત ઉતા હતા. જો કે સમય રહેતા જ તેને થોડા આગળ લઇ જવામાં આવ્યા હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page