Only Gujarat

Bollywood

માસ્ક પહેરીને પોતાના ડોગ સાથે ફરવા નીકળી હોટ અભિનેત્રી મલાઈકા અરોરા

મુંબઈઃ દેશમાં કોરોનાના કેસની સંખ્યા 9 લાખને પાર થઈ ગઈ છે. એવામાં દેશમાં અનલૉક – 2 લાગૂ કરવામાં આવ્યું છે. જેમાં મોટાભાગની છૂટછાટ આપવામાં આવી છે. અનલૉક – 2માં મોટાભાગના ઉદ્યોગો, મોલ અને ઇન્ડસ્ટ્રી કાર્યરત થઈ ગઈ છે. મુંબઈમાં ગવર્મેન્ટની ગાઇડલાઇન મુજબ ફિલ્મ, સિરિયલ અને વેબ સિરીઝના શૂટિંગ શરૂ કરવામાં આવ્યા છે. સેલેબ્સ પણ હવે ઘરની બહાર જોવા મળી રહ્યા છે. ત્યારે એક્ટ્રસ, ડાન્સર અને મોડેલ મલાઇકા અરોરા તેના ડૉગી સાથે બાંદ્રામાં સ્પોટ થઈ હતી. મલાઇકા માસ્ક પહેરીને તેના ઘરની બહાર નીકળી હતી.

ફિલ્મના શૂટિંગ્સ બંધ થયા પછી બોલિવૂડ સેલેબ્સ તેમના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. હવે અનલૉક – 2 શરૂ થયા પછી અનેક સેલેબ્સ તેમના ઘરની બહાર નીકળે છે અને કેમેરામાં કેદ થઈ જાય છે. મલાઈકા ડોગ સાથે ફર્યા બાદ પોતાના ઘરમાં જઈ રહી હતી ત્યારે કેમેરામેન ફોટો પાડી રહ્યાં હતા ત્યાર બાય હાય કરતાં નજરે પડી હતી.

મલાઇકા અરોરા તેમના ડૉગી સાથે મુંબઈના બાંદ્રામાં જોવા મળી હતી. આ દરમિયાન મલાઇકાએ માસ્ક પહેર્યું હતું. ઘરમાં જતી વખતે ફોટોગ્રાફરની સામે જોઈને હાયનો ઈશોર કર્યો હતો.

સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતી મલાઇકા અરોરા ઘણીવાર તેમના ફોટો ફેન્સ માટે શેર કરે છે.

મલાઇકા અરોરા તેમની ફિટનેસ અંગે ખૂબ જ સજાગ રહે છે. ભલે ગમે એટલું કામ હોય પણ, તે યોગ અને જિમને ક્યારેય મિસ કરતી નથી.

મલાઇકા અરોરા છેલ્લે વર્ષ 2008માં આવેલી ફિલ્મ ‘પટાખા’માં તેમના ‘હેલો હેલો’ આઇટમ સોન્ગમાં જોવા મળી હતી.

આ ઉપરાંત મલાઇકા અરોરા ‘નચ બલિયે’, ‘જરા નચ કે દિખા’, ‘ઝલક દિખલાજા’, ‘ઇન્ડિયાસ ગૉટ ટેલેન્ટ’ જેવા ટીવી શોને હોસ્ટ કરી ચૂકી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page