Only Gujarat

Bollywood

બોલિવૂડમાં ફરી છવાયો શોક, ‘ગો ગોવા ગોન’ના નિર્માતાએ દુનિયાને કહ્યું અલવિદા

Producer Mukesh Udeshi passes awayછ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ‘ગો ગોવા ગોન’ અને ‘એક વિલન’ જેવી ફિલ્મોના નિર્માતા મુકેશ ઉદેશીએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. આ સમાચાર સાંભળીને આખું બોલિવૂડ આઘાતમાં છે. મુકેશે પોતાના કરિયરમાં બોલિવૂડની ઘણી શાનદાર ફિલ્મો પણ બનાવી. જેમાં ‘ધ વિલન’ અને ‘કલકત્તા મેલ’ સામેલ છે.

દિવંગત નિર્માતા ચેન્નાઈમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ગયા હતા

દિવંગત નિર્માતા મુકેશ વિશે વાત કરતા, વરિષ્ઠ નિર્માતા અને તેમના નજીકના મિત્ર પ્રવેશ સિપ્પીએ જણાવ્યું હતું કે, “તે ચેન્નાઈમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની તૈયારી કરી રહ્યો હતો, જ્યાં અલ્લુ અરવિંદ તેની દેખભાળ કરી રહ્યો હતો. પરંતુ ઓપરેશનના થોડા દિવસો પહેલા જ તેનું મૃત્યુ થયું હતું.” મુકેશ ઉદેશી બોલિવૂડની મોટાભાગની ફિલ્મોના લાઇન પ્રોડ્યુસર પણ છે જેનું શૂટિંગ મોરિશિયસમાં થયું હતું. ઉલ્લેખનીય છે કે નિર્માતાના અંતિમ સંસ્કાર વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

ફેન્સે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો

મુકેશ ઉદેશીના નિધનથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ફરી એકવાર શોકનું મોજુ ફરી વળ્યું છે. મળતી માહિતી મુજબ, મુકેશ ઉદેશીએ 11 સપ્ટેમ્બરે અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારથી નિર્માતાના નિધનના સમાચાર આવ્યા છે, સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ નિર્માતાના નિધન પર શોક વ્યક્ત કરતી જોવા મળી રહી છે. બી-ટાઉન સેલેબ્સની સાથે તેમના ફેન્સને પણ આ સમાચારથી ભારે આઘાત લાગ્યો છે.

આ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું
ઉલ્લેખનીય છે કે મુકેશ ઉદેશી રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘કૌન’ના કો-પ્રોડ્યુસર પણ હતા. આ ફિલ્મમાં ઉર્મિલા માતોંડકર અને મનોજ બાજપેયીએ પોતાની શાનદાર એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા હતા. આ સિવાય તેણે અલ્લુ અરવિંદની ચિરંજીવી અભિનીત ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે.

You cannot copy content of this page