Only Gujarat

National

જાણીતા IAS ઓફિસર ટીના ડાબી બન્યા માતા, પુત્રને આપ્યો જન્મ

IAS Tina Dabi Became a Mother: શુક્રવારે જાણિતા IAS ઓફિસર ટીના ડાબીએ જયપુરની એક હોસ્પિટલમાં પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો હતો. ટીના ડાબી અને તેમના પતિ પ્રદીપ ગવાંડેએ તેમના લગ્નના એક વર્ષ પછી એક બાળકના માતા-પિતા બન્યા છે. આ વર્ષની શરૂઆતમાં પોતાની ગર્ભાવસ્થાને કારણે જયપુરમાં બિન-પ્રાદેશિક પોસ્ટની માંગ કરી હતી. જુલાઈમાં તેમણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જેસલમેરને અલવિદા કહ્યું હતું.

તમને જણાવી દઈએ કે વર્ષ 2015 બેચના IAS ટોપર ટીના ડાબી જેસલમેરની પ્રથમ મહિલા જિલ્લા કલેક્ટર હતી. જેસલમેરના જિલ્લા કલેક્ટર બનતા પહેલા ટીના ડાબી રાજસ્થાન નાણા વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી હતા. ટીના ડાબી કોવિડ રોગચાળા દરમિયાન પ્રદીપ ગવાંડેને મળી હતી.

ગત અઠવાડિયે ટીના ડાબીની બહેન રિયા ડાબીએ પણ બેબી શાવર સેલિબ્રેશનની તસવીરો શેર કરી હતી. હાલમાં ટીના ડાબી અને પ્રદિવ ગવાંડેના પરિવારમાં ખુશીનો માહોલ છે. બંને IAS ઓફિસરોને પહેલીવાર માતા-પિતા બનવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ટીના ડાબી અને પ્રદિવ ગવાંડે ગયા વર્ષે 2022 માં લગ્ન કર્યા હતા, જેના કારણે પ્રખ્યાત IAS ફરી ચર્ચામાં આવ્યા હતા.

આ પહેલા પ્રથમ દલિત મહિલા યુપીએસસી ટોપર તરીકે ટીના ડાબીની સફળતાની કહાનીએ તેમને તરત જ ફેમસ કરી દીધા હતા. તો બીજી તરફ બેચમેટ અતહર આમિર ખાન સાથે તેમના લગ્નમાં ઘણા રાજકારણીઓએ પણ હાજરી આપી હતી. બાદમાં તેણે અતહર સાથે છૂટાછેડા લીધા અને 2013 બેચના IAS ઓફિસર પ્રદીપ ગવાંડે સાથે લગ્ન કર્યા.

તમને જણાવી દઈએ કે ટીના ડાબીએ પાકિસ્તાનથી ભારત આવેલા હિન્દુઓને જેસલમેરમાં ફરીથી વસાવવા માટે ઘણું કામ કર્યું હતું. તે તમામ લોકો માટે ઘર બાંધવાથી લઈને જમીન ભાડે લેવા સુધી અને તેમના ભોજન અને રહેવાની તમામ વ્યવસ્થા તેમણે કરી હતી. તેમણે વિસ્થાપિત હિન્દુ પરિવારોના બાળકો માટે એક શાળાની પણ વ્યવસ્થા કરી હતી.

You cannot copy content of this page