કાજોલની બહેને બોલ્ડ ફોટોથી લગાવી દીધી આગ, જુઓ તસવીરો

મુંબઈ: અજય દેવગનની સાળી અને કાજોલની બહેન તનીષા મુખર્જીએ સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. આ ફોટોમાં તનીષા લાઈટ બ્લૂ કલરના નાઈટ ગાઉન અને ખુલ્લા વાળમાં જોવા મળે છે. તનીષાએ બોલ્ડ લૂકવાળી આ તસવીરો જાતે સોશ્યલ મીડિયા પર શેર કરી છે. તનીષા છેલ્લે 2016માં આવેલી ફિલ્મ ‘અન્ના’માં જોવા મળી હતી. જેમાં તેણે જર્નલિસ્ટનો રોલ કર્યો હતો.


તનીષાએ એક્ટિંગ કરિયરની શરૂઆત 17 વર્ષ પહેલાં 2003માં આવેલી ફિલ્મ ‘શ્શ્શ’થી કરી હતી. તનીષાએ અત્યાર સુધી 11 ફિલ્મો કરી છે અને તમામ ફિલ્મો એકદમ ફ્લોપ રહી છે.

ફિલ્મોમાં તો તનીષા સફળ રહી નહોતી, પણ તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. પછી તે અરમાન કોહલી સાથે તેના અફેરની વાત હોય કે ઉદય ચોપડા અને ઉપેટલ પટેલ સાથે તેના રિલેશનશીપની વાત હોય.

તનીષા મુખર્જી ‘બિગબોસ સિઝન 7’માં જોવા મળી હતી. અહીંથી અરમાન કોહલી સાથે તેનું અફેર શરૂ થયું હતું. જોકે બાદમાં બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું.

તનીષા મુખરજીનું નામ રાની મુખરજીના દિયર ઉદય ચોપડા અને મૉડેલ ઉપેન પટેલ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. તનીષા ઉદય ચોપડા સાથે ‘નીલ એન નિક્કી’માં કામ કર્યું હતું, જે ખૂબ બોલ્ડ મૂવી હતી. બંને બે વર્ષ સુધી એક-બીજાની સાથે રિલેશનશિપમાં રહ્યા હતા.

તનીષાએ અત્યાર સુધી ‘શ્શ્શ’, ‘પોપકોન ખાઓ મસ્ત હો જાઓ’, ‘નીક એન નિક્કી’, ‘ટેંગો ચાર્લી’ , ‘વન ટૂ થ્રી’ ‘સરકાર રાજ’ ‘તુમ મિલો તો સહી’, અને ‘અન્ના’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

આ ઉપરાંત તનીષા ઘણી ટીવી સીરિયલમાં પણ કામ કરી ચૂકી છે. જેમાં ‘ગેંગ્સ ઓફ હસેપુર’, ‘ખતરો કે ખિલાડી’, ‘કૉમેડી નાઈડ્સ બચાવો’ અને ‘એન્ટરટેઈન્મેન્ટ’ મુખ્ય છે.