Only Gujarat

FEATURED National

અહીં ચાલતું હતું સેક્સ રેકેટ, પોલીસે પાડ્યા દરોડા તો દુપટ્ટાથી વિદેશી યુવતીઓએ છુપાવ્યો ચહેરો

પંચકુલા પોલીસે આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટનો મંગળવારનો પર્દાફાશ કર્યો હતો. ઉઝબેકિસ્તાન અને તુર્કી દેશની 4 છોકરીઓને ઘટનાસ્થળે રેડ પાડીને બચાવવામાં આવી હતી. પોલીસે 4 આરોપીની ધરપકડ પણ કરી હતી. પંચકુલા પોલીસને બાતમી મળી હતી કે પંચકુલાના વીઆઈપી વિસ્તારમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું છે. એસીપી રાજકુમારની આગેવાની હેઠળની ટીમે આ સેક્ટર 12 સેક્ટરમાં દરોડા પાડ્યા હતા અને ચાર વિદેશી યુવતીઓ અને ચાર દલાલોની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પંચકુલા પોલીસને સેક્ટર 12ની કોઠીમાં સેક્સ રેકેટ ચાલતું હોવાની ગુપ્ત માહિતી મળી હતી. જે બાદ મોડી સાંજે સેક્ટર12ની કોઠીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસ ટીમે ઘટના સ્થળેથી ચાર વિદેશી મહિલાઓને પકડી લીધી હતી, જ્યારે ચાર દલાલ પણ ઝડપાયા હતા. આમાં ઉઝબેકિસ્તાનની ત્રણ છોકરીઓ અને એક છોકરી તુર્કીની છે.

લાંબા સમયથી, વિદેશી છોકરીઓને બોલાવીને વેશ્યાવૃત્તિ કરવામાં આવી હતી. આ અંગેની માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ બનાવવામાં આવી હતી. એસીપી રાજકુમારે જણાવ્યું હતું કે, ચાર વિદેશી યુવતીઓના વિઝા ઘણા સમય પહેલા સમાપ્ત થઈ ગયા છે.

આ કેસમાં સેક્ટર 5 પોલીસ સ્ટેશનમાં ઈમ્નમોરલ ટ્રાફિકિંગ અને ફોરેન એક્ટ કલમના ભંગ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે ચાર દલાલો અને 4 યુવતીઓની ધરપકડ કરી છે, તેઓને કોર્ટમાં રજૂ કરીને રિમાંડ પર લઈને મામલા સાથે જોડાયાલાં પાસાની પુછપરછ કરવામાં આવશે.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ 1. આદિત્ય ગોયલ ઉર્ફે સન્ની પુત્ર સ્વ.સંતોષ ગોયલ નિવાસી ગામ મડિયા શિવ નારાયણ જીલ્લા ઇટાવા (યુ.પી.) હાલ નિવાસી મકાન સિગ્મા સિટી ઝીરકપુર (પંજાબ), 2. મનમોહનસિંહ ઉર્ફે રાજુ પુત્ર અમરજીતસિંહ વાસી ગામ ગણોલી થાણા ગણોલી જીલ્લા રૂપનગર (પંજાબ) હાલ નિવાસી સેક્ટર 12 પંચકુલા, 3. શેખરકુમાર પુત્ર બિદેશ્વરી પ્રસાદસિંહ રહેવાસી ગામ તારડી જીલ્લા બાંકા (બિહાર) હાલ નિવાસી કોઠી સેક્ટર 12 પંચકુલા 4. ગણેશ કુમાર પિત્ર કૈલાશ મહથા વાસી ગ્રામ સિંઘરિયાહી, પંચાયત પિપરાહી, મધુબની (બિહાર) હાલ રહેવાસીએ 12 પંચકુલા અને 4 વિદેશી છોકરીઓની ધરપકડ કરી છે જેમની ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચે છે.

થાના સેક્ટર 05 પંચકૂલામાં ગુનાહિત ધારા 3,4,5,7, અનૈતિક વેપાર અદિનિયમ એક્ટ 1956 & ધારા 370, 420, 465,468, 471, 120B, 34 ભા.દ.સ. તેમજ ધારા 14 વિદેશીઓનાં અધિનિયમ એક્ટ 1946 હેઠળ અભિયોગ નોંધીને આરોપીઓની ધરપકડ કરીને માનનીય કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

આ આંતરરાષ્ટ્રીય અનૈતિક વ્યવસાય અંગે, પંચકુલાનાં પોલીસ ડેપ્યુટી કમિશનર દ્વારા માહિતી સંબંધિત દેશોના અધિકારીઓને મોકલવામાં આવી છે અને જો પાસપોર્ટ એક્ટની જોગવાઈઓ અને અધિનિયમની નોંધણી પણ અસંગત જણાતી હોય તો તે મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો તેઓને અન્ય કેટલાક સ્થળોએ અનૈતિક વેપાર ચાલે છે તેવું જાણવા મળે તો આવા ગુનેગારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

You cannot copy content of this page