Only Gujarat

FEATURED Religion

કયા અક્ષરથી બનાવશો મેઈલ-આઈડી? તો મળશે લાભ, જાણો રાશિ પ્રમાણે

ઈ-મેઈલ આઇડી આમ તો માત્ર એક માધ્યમ છે. જેના થકી મેસેજની આપ લે થઇ શકે છે. ઇ-મેલ આઇડી થી આપના સંબંધો બને છે અને આપને લાભ પણ મળે છે. જેથી આપે મેઇલ આઇડી બનાવતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નાના-નાના નામનું મેઇલ આઇડી વધુ પ્રભાવિત હોય છે. આપને વ્યવસાયિક કામ અને પર્સનલ કામ માટેની ઇ-મેલ આઇડી અલગ રાખવી જોઇએ. વ્યક્તિગત ઇ-મેલ આઇડીનું નામ અને રાશિ જો આપના નામ અને રાશિ સાથે મળતું હોય તો તે ઉત્તમ રહે છે.

મેષ રાશિ
જ્યોતિષના નિષ્ણાત મુજબ વ્યવસાય અને કાર્યલય માટે ઇ-મેલ આઇડીની શરૂઆત R,T,J,K અથવા G અક્ષરથી થવી જોઇએ. જ્યારે વ્યક્તિગત ઇ-મેલ આઇડીની શરૂઆત C,L, અથવા A અક્ષરથી થવી જોઇએ.

વૃષભ રાશિ
જો વ્યવસાય માટે ઇ-મેલ આઇડી બનાવી રહ્યાં હો તો પહેલો અક્ષર N અથવા Y. હોવો જોઇએ. તેમજ વ્યક્તિગત ઇ-મેલનો પહેલો અક્ષર E,O અથવા V હોવો જોઇએ.

મિથુન રાશિ
વ્યવસાય અને કાર્યલયના ઇ-મેલ આઇડીનો પહેલો અક્ષર Y,B,BH,F,D,DH,T અથવા CH હોવો જોઇએ. જયારે વ્યક્તિ ઇ-મેલ આઇડી માટે પહેલ અક્ષર K,GH, અથવા CH હોવો જોઇએ.

કર્ક રાશિ
વ્યવસાય અને કાર્યાલય માટે ઇ-મેલ આઇડીનો પહેલો અક્ષર BH,J,KH અથવા G હોવો જોઇએ. જયારે વ્યક્તિ ઇ-મેલ આઇડી માટે પહેલ અક્ષર H અથવા તો D હોવો જોઇએ.

સિંહ રાશિ
વ્યવસાય અને કાર્યલયનો ઇમેલ આઇડીનો પહેલો અક્ષર G,O,V,U,S અથવા SH રાખવો જોઇએ. જયારે વ્યક્તિ ઇ-મેલ આઇડી માટે પહેલ અક્ષર M અથવા T હોવો જોઇએ.

કન્યા રાશિ
કન્યા રાશિના જાતક માટે જો આપના પ્રોફેશન માટે ઇ-મેલ આઇડી બનાવતા હો તો પહેલો અક્ષર K,GH,CH,D,T અથવા CH હોવો જોઇએ. જ્યારે વ્યક્તિગત ઇ-મેલ આઇડીનો પહેલો અક્ષર P,T અથવા TH હોવો જોઇએ.

તુલા રાશિ
તુલા રાશિના જાતક માટે વ્યવસાય માટે ઇ-મેલ આઇડી બનાવતા હો તો પહેલો અક્ષર CH,L,A,H હોવો જોઇએ. જ્યારે પર્સનલ યુઝ માટે ઇ-મેલ આઇડી બનાવો તો તેમનો પહેલો અક્ષર R અથવા T રાખવો જોઇએ.

વૃશ્ચિક રાશિ
વ્યવસાય અને કાર્યલય માટે જ્યારે ઇ-મેલ આઇડી બનાવો તો પહેલો અક્ષર E,U,O,V,M હોવો જોઇએ. જ્યારે વ્યક્તિગત યુઝ માટેનું ઇ-મેલનો પહેલો અક્ષર N અથવા Y હોવો જોઇએ.

ધન રાશિ
વ્યવસાય અને કાર્યાલય માટે ઇ-મેલ આઇડીનો પહેલો અક્ષર K,GH,CH,P અથવા TH રાખવો જોઇએ. જ્યારે વ્યક્તિગત ઇ-મેલ માટે પહેલો અક્ષર Y,BH,F, અથવા DH હોવો જોઇએ.

મકર રાશિ
જો વ્યવસાય માટે ઇ-મેલ આઇડી બનાવો તો પહેલો અક્ષર H,D,R અથવા T હોવો જોઇએ. વ્યક્તિગત ઇ-મેલ માટે પહેલો અક્ષર BH,J, અથવા KH હોવો જોઇએ.

કુંભ રાશિ
વ્યવસાય અને કાર્યલય માટે ઇ-મેલ બનાવો તો પહેલો અક્ષર M,T,N અથવા Y હોવો જોઇએ. જ્યારે વ્યક્તિગત યુઝ માટેનું ઇ-મેલ આડીનો પહેલો અક્ષર G,S અથવા SH હોવો જોઇએ.

મીન રાશિ
મીના રાશિના જાતકની વાત કરીએ તો તેમનું વ્યવસાયિક ઇ-મેલ આઇડીનો પહેલો અક્ષર T,P,Y,BH,F અથવા DH હોવો જોઇએ. જ્યારે વ્યક્તિગત ઇ-મેલનો પહેલો અક્ષર D,TH અથવા CH હોવો જોઇએ.

You cannot copy content of this page